Plastic Bottles: પ્લાસ્ટિકની બોટલમાંથી ગટાગટ પાણી પીતા હોવ તો સાવધાન! આ વાંચીને તમારા હોશ ઉડી જશે

Plastic Bottles:  શું તમને ખબર છે કે પ્લાસ્ટિકની બોટલમાં લાંબા સમય સુધી પાણી સ્ટોર કરીને રાખવાથી તમારા સ્વાસ્થ્યને ખુબ જ  ભારે નુકસાન થઈ શકે છે. એક રિસર્ચમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. 

Plastic Bottles: પ્લાસ્ટિકની બોટલમાંથી ગટાગટ પાણી પીતા હોવ તો સાવધાન! આ વાંચીને તમારા હોશ ઉડી જશે

Plastic Water Bottles: જ્યારે પણ આપણે ક્યાંક બહાર જઈએ છીએ અને પાણીની તરસ લાગે છે ત્યારે આપણી કોઈ દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી લેતા હોઈએ છીએ. ઉનાળામાં તો આપણે ફ્રિજમાં પણ પ્લાસ્ટિકની બોટલોમાં પાણી  ભરીને મૂકીએ છીએ. કસરત કરવા માટે જીમમાં જઈએ તો પણ અનેક લોકો પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઈને જાય છે. પરંતુ શું તમને ખબર છે કે પ્લાસ્ટિકની બોટલમાં લાંબા સમય સુધી પાણી સ્ટોર કરીને રાખવાથી તમારા સ્વાસ્થ્યને ખુબ જ  ભારે નુકસાન થઈ શકે છે. એક રિસર્ચમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. 

રિસર્ચમાં થયો ખુલાસો
અમેરિકાની યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના એક રિસર્ચ મુજબ પ્લાસ્ટિકની બોટલમાં Bisphenol A (BPA) નામનું કેમિકલ હોય છે. આ સાથે જ તેમાં હાનિકારક કેમિકલ્સ અને બેક્ટેરિયા પણ હોય છે. તેનાથી શુગર અને કેન્સર જેવી અનેક ખતરનાક બીમારીઓ થઈ શકે છે. પ્લાસ્ટિક એક પોલીમર છે. તે કાર્બન, હાઈડ્રોજન, ઓક્સીજન અને ક્લોરાઈડ મળીને બને છે. આવામાં તેમાં રહેલા કેમિકલ અને પોલીમરમાં મળી આવતા તત્વો જો બોડીમાં જાય તો તેનું અલગ જ કેમિકલ રિએક્શન થાય છે. આ રિએક્શન બોડીમાં અનેક બીમારીઓનું કારણ બની જાય છે. 

હોર્મોનલ અસંતુલન
ન્યૂયોર્ક યુનિવર્સિટીના એક રિસર્ચમાં 5000 લોકો પર આ સ્ટડી થયો. આ 5000 લોકો પ્લાસ્ટિકની બોટલ યૂઝ કરતા હતા. તેમના યુરિન ટેસ્ટથી ખબર પડી કે મોટાભાગના લોકોને હોર્મોન સંલગ્ન સમસ્યા હતી. આ લોકો પ્લાસ્ટિક કે કોલ્ડ ડ્રિંકની બોટલમાં પાણી પીતા હતા. તેનું કારણ પ્લાસ્ટિકની બોટલમાં મળી આવતા હાનિકારક કેમિકલ્સ હતા. સિંગલ યૂઝ પ્લાસ્ટિક બોલટના ઉપયોગથી અનેક અન્ય બીમારીઓની આશંકા છે. 

ટોઈલેટથી પણ વધુ બેક્ટેરિયા
એક અન્ય રિસર્ચ અમેરિકી એથલીટ્સની ઉપયોગમાં લેવાયેલી બોટલ પર થયો. જે બોટલમાં તે લોકોએ સતત એક અઠવાડિયા સુધી પાણી પીધુ હતું. તે બોટલ પર એક ટોઈલેટ સીટ કરતા પણ વધુ બેક્ટેરિયા મળી આવ્યા હતા. જેમાંથી 60 ટકા જીવાણું ગંભીર રીતે બીમાર કરવા માટે પૂરતા હતા. આથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક  બોટલોને એકવાર ઉપયોગ  કર્યા બાદ રિસાઈકલમાં જવા દેવી જોઈએ. 

કેન્સર સહિત આ બીમારીઓનું જોખમ
રિસર્ચમાં જાણવા મળ્યું કે ટેમ્પરેચર વધતા પ્લાસ્ટિક 'ડાઈઓક્સિજન' નામનું કેમિકલ રિલીઝ કરે છે. હાઈલી ટોક્સિક હોવાના કારણે તેનાથી બ્રેસ્ટ કેન્સર અને PCOS ની આશંકા રહે છે. 

સ્પર્મ કાઉન્ટ ઓછા થાય છે
પ્લાસ્ટિકમાં ફેથલેટ હોય છે જે લિવર કેન્સરનું જોખમ વધારે છે. આ સાથે જ તેનાથી સ્પર્મ કાઉન્ટ પણ ઓછા થાય છે. 

કબજિયાત અને પેટમાં ગેસ
તેમાંથી મળી આવતા કેમિકલ્સના કારણે કબજિયાત, ગેસ, અને આંતરડા સંલગ્ન સમસ્યાઓ પણ થઈ શકે છે. 

ડાયાબિટિસ
પ્લાસ્ટિકની બોટલથી ફ્લોરાઈડ અને આર્સેનિક રિલીઝ થાય છે. જેનાથી ડાયાબિટિસ પણ થવાની આશંકા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news