China કુંવારા છોકરાઓનું Urine કેમ ભેગું કરે છે? ઢગલો મૂત્ર મેળવવા શાળાઓમાં ઠેર ઠેર મૂકાય છે ડોલ

ચીન વિશે કહેવત છે કે ટેબલ ખુરશીને બાદ કરતા દરેક 4 પગવાળી વસ્તુ ખવાય છે. પરંતુ આજે અમે જે ડિશની વાત કરીશું તેના વિશે જાણીને તમને નવાઈ લાગશે.

China કુંવારા છોકરાઓનું Urine કેમ ભેગું કરે છે? ઢગલો મૂત્ર મેળવવા શાળાઓમાં ઠેર ઠેર મૂકાય છે ડોલ

ચીન વિશે કહેવત છે કે ટેબલ ખુરશીને બાદ કરતા દરેક 4 પગવાળી વસ્તુ ખવાય છે. પરંતુ આજે અમે જે ડિશની વાત કરીશું તેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. ડિશનું નામ છે વર્જિન એગ  (Virgin Egg), જેને બનાવવા માટે કુંવારા છોકરાઓના મૂત્ર (Urine) નો ઉપયોગ થાય છે. 

વસંત ઋતુમાં ખવાય છે આ વર્જિન એગ
વર્જિન એગ નામની આ ડિશ ચીનના જેજિયાંગ પ્રાંત (Zhejiang Province) માં ખુબ ફેમસ છે. વસંતની ઋતુ શરૂ થતા જ ત્યાં રહેતા લોકો આ ડિશ ખુબ મજા લઈને ખાતા હોય છે. 

યુરિનમાં ડુબાડી  રાખે છે ઈંડા
આ ડિશની ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે કુંવારા છોકરાઓના યુરિન એટલે કે મૂત્રનો ઉપયોગ થાય છે. સાંભળવામાં તમને થોડું અજીબ લાગશે. ચિતરી ચડશે પણ આ સાચુ છે. વ્યંજનમાં ઉપયોગમાં લેવાતા ઈંડાને યુરિનમાં ડુબાડીને રખાય છે. આથી તેને 'વર્જિન' એગ કહેવાય છે. 

eat virgin egg in spring

કેવી રીતે બને છે આ વર્જિન એગ
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ વર્જિન એગને તૈયાર કરવા માટે સોથી પહેલા ઈંડાને કુવારા છોકરાઓના યુરિનમાં ઉકાળવામાં આવે છે. ત્યારબાદ ઈંડાના છોતરા ઉતારી તેને ફરીથી યુરિનમાં નાખીને બાફવામાં આવે છે. જેથી કરીને યુરિનની ફ્લેવર તેમા આવી શકે. 

How to make Virgin Eggs

શાળાઓમાં રાખવામાં આવે છે ડોલો
આ ડિશ બનાવવાની તૈયારી ઘણા સમય પહેલા કરવાની હોય છે. કારણ કે તેના માટે ખુબ યુરિનની જરૂર પડે છે. યુરિન ભેગુ કરવા માટે કાયદેસર રીતે ત્યાં શાળાઓમાં ડોલ મૂકવામાં આવે છે. જેમાં બાળકો યુરિન કરે છે. ત્યારબાદ આ યુરિનને મોટા મોટા વાસણોમાં ભેગુ કરાય છે. જેમાં ઈંડાને ધીમી આંચ પર આખો દિવસ પકવવામાં આવે છે. 

Virgin eggs are beneficial for health

(

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક?
જ્યારે આ ઈંડા યુરિનમાં બરાબર સ્ટીમ થઈ જાય છે ત્યારે તેને તોડીને ખાવામાં આવે છે. ત્યાંના લોકો આ ડિશ ખુબ જ મજા લઈને આરોગે છે. તેમના કહેવા મુજબ આ ડિશ હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે. આ ડિશનું સ્થાનિક નામ તોંગજી ડેન છે. જ્યારે કેટલાક લોકો તેને બોય એગ  (Boy Egg) ના નામથી પણ ઓળખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news