PoKના મુઝફ્ફરાબાદમાં ચીન-પાક વિરુદ્ધ સૂત્રોચ્ચાર, ગેરકાયદેસર નિર્માણ સામે લોકોનો ભારે વિરોધ

પાકિસ્તાનના કબ્જાવાળા મુઝફ્ફરાબાદમાં ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) વિરોધી નારા લાગ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નીલમ અને ઝેલમ નદી પર ગેરકાયદેસર રીતે ડેમ બની રહ્યો છે અને તેનાથી અહીંના લોકોને નુકસાન થશે. 
PoKના મુઝફ્ફરાબાદમાં ચીન-પાક વિરુદ્ધ સૂત્રોચ્ચાર, ગેરકાયદેસર નિર્માણ સામે લોકોનો ભારે વિરોધ

નવી દિલ્હી: પાકિસ્તાનના કબ્જાવાળા મુઝફ્ફરાબાદમાં ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) વિરોધી નારા લાગ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નીલમ અને ઝેલમ નદી પર ગેરકાયદેસર રીતે ડેમ બની રહ્યો છે અને તેનાથી અહીંના લોકોને નુકસાન થશે. 

પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK)માં જલવિદ્યુત પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે ચીનની એક કંપનીએ પાકિસ્તાન સાથે 150 કરોડ અમેરિકી ડોલરના કરાર પર સોમવારે હસ્તાક્ષર કર્યાં. 

એક સમારોહમાં આઝાદ પત્તન જલવિદ્યુત પ્રોજેક્ટ માટે ચીનની જેઝુબા સાથે કરાર પર હસ્તાક્ષર વખતે પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ હાજર રહ્યાં હતાં. 

જુઓ LIVE TV

આ પ્રોજેક્ટ પીઓકેના સુધનોતી જિલ્લામાં ઝેલમ નદી પર છે અને તે 2026માં પૂરો થાય તેવી આશા છે. આ પ્રોજેક્ટ મહત્વકાંક્ષી ચીન-પાક આર્થિક કોરિડોર (સીપીઈસી)નો ભાગ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news