યુક્રેન સાથે તણાવ વચ્ચે મિસાઇલ ડ્રિલ કરશે રશિયા, જોવા માટે પહોંચશે વ્લાદિમીર પુતિન

સમાચાર એજન્સીએ શુક્રવારે કહ્યું કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયા 'રણનીતિક શક્તિ' સાથે જોડાયેલ સૈન્ય અભ્યાસની દેખરેખ કરશે, જેમાં વેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ લોન્ચ પણ સામેલ થશે. 
 

યુક્રેન સાથે તણાવ વચ્ચે મિસાઇલ ડ્રિલ કરશે રશિયા, જોવા માટે પહોંચશે વ્લાદિમીર પુતિન

મોસ્કોઃ યુક્રેન સાથે ચાલી રહેલાં તણાવ વચ્ચે રશિયા મિસાઇલ ડ્રિલ કરવા જઈ રહ્યું છે. એટલું જ નહીં ખુદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ ડ્રિલને જોવા પહોંચશે. સમાચાર એજન્સીએ શુક્રવારે કહ્યું કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયા 'રણનીતિક શક્તિ' સાથે જોડાયેલ સૈન્ય અભ્યાસની દેખરેખ કરશે, જેમાં વેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ લોન્ચ પણ સામેલ થશે. 

સમાચાર એજન્સીએ રશિયા રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદનના હવાલાથી કહ્યું- 19 ફેબ્રુઆરી 2022ના રશિયાના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર-ઇન-ચીફ, વ્લાદિમીર પુતિનના નેતૃત્વમાં, વ્યૂહાત્મક અવરોધક દળોના એક નિયોજિત અભ્યાસનું આયોજન કરવામાં આવશે, જે દરમિયાન બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલોને લોન્ચ કરવામાં આવશે. 

રશિયાની એયરોસ્પેસ ફોર્સેજ અને સ્ટ્રેટેજિક રોકેટ ફોર્સેજ તે સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે, જેને સેનાએ વ્યૂહાત્મક અવરોધક દળો અભ્યાસના રૂપમાં ગણાવ્યું છે. રશિયાની ગ્રાઉન્ડ ફોર્સના સાઉદર્ન ડિસ્ટ્રિક્ટ મિસાઇલ પ્રક્ષેપણમાં નૌસેનાના ઉત્તરી અને કાળા સાગર બેડામાં સામેલ થશે. રાજ્ય સંચાલિત  TASS સમાચાર એજન્સીએ રક્ષા મંત્રાલયનો હવાલો આપતા કહ્યું કે, યુદ્ધાભ્યાસ પહેલાથી નક્કી હતો. 

આ સૈન્ય અભ્યાસ એવા સમયે થવા જઈ રહ્યો છે જ્યારે રશિયા અને પશ્ચિમ વચ્ચે તણાવ ઓછો થઈ રહ્યો નથી. યુક્રેનની સરહદની પાસે રશિયાના સૈનિકોના જમાવડાએ આશંકા વ્યક્ત કરી કે માસ્કો પશ્ચિમમાં પોતાના પાડોશી પર હુમલો કરી શકે છે. પરંતુ રશિયા આવી કોઈ યોજનાથી ઇનકાર કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news