બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી નીચે પડી
Rescue Operation : કચ્છના કંઢેરાઈમાં બોરવેલમાંથી ગરકાવ યુવતીનો જીવ બચાવવા જંગ યથાવત... સતત બીજા દિવસે રેસ્ક્યું ઓપરેશન ચાલુ... ગઈકાલે ખુલ્લા બોરવેલમાં ગરકાવ થઈ હતી 22 વર્ષીય યુવતી...
Trending Photos
Kutch News કચ્છ : ચ્છના ભૂજના કંઢેરાઈ ગામ બોરવેલમાં પડી ગયેલા યુવતીને બહાર કાઢવા માટે સતત મહેનત કરવામાં આવી રહી છે. યુવતી બોરવેલમાં પડી તેને 24 કલાક કરતા વધુ સમય થયો છે. 500 ફૂટ કરતા વધુ ઊંડા ખાડામાં ફસાયેલી યુવતીને કાઢવા માટે સ્થાનિક તંત્ર ખડેપગે છે. NDRF, SDRF, સેના, ડિઝાસ્ટર, ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. મોડી રાત્રે યુવતીને બહાર કાઢવાના સઘન પ્રયાસો થયા હતા. તેને બહાર આવવાને માત્ર 60 ફૂટ બાકી હતી ત્યારે રેસ્ક્યૂ સાધનો છટકી જતા યુવતી ફરી બોરવેલમાં નીચે પડી હતી. જેથી હાલ પણ યુવતી બોરવેલમાં ફસાયેલી છે. તંત્ર સઘન મહેનત કરી રહ્યું છે, પરંતુ સ્થિતિને જોતા તેને બચાવવામાં વધુ મહેનત લાગી શકે છે.
ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં 22 વર્ષીય યુવતી પડી જવાનો મામલાને 30 કલાકથી વધુનો સમય વીતી ગયો છે. રેસ્ક્યુ ટીમો સતત 24 કલાકથી યુવતીને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. યુવતી હજી પણ 30 કલાકથી વધુ સમયથી બોરવેલમાં ફસાયેલી છે. તે 540 ફૂટ ઉંડા બોરવેડમાં ખાબકી હતી. જેના બાદ NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.
ચાલુ રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે એક દિલધડક ઘટના બની હતી. મોડી રાત્રે યુવતીને બોરવેલમાં બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, ત્યારે અચાનક રેસ્ક્યુ સાધનોમાં છટકી જતા યુવતી ફરી બોરવેલમાં નીચે પડી હતી. ત્યારે હવે લાગે છે કે, બોરવેલમાંથી યુવતીને કાઢવા માટે હજુય વધુ સમય લાગી શકે છે.
ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં યુવતી પડી જવાની ઘટના બની છે. રેસ્ક્યુ ટીમો સતત 28 કલાકથી વધુ સમયથી યુવતીને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. યુવતી હજુ પણ બોરવેલમાં ફસાયેલી છે. યુવતી હવે 300 ફુટ અટકેલી છે. NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે તેવું પ્રાંત અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું.
યુવતીની પરિસ્થતિ અંગે તેમણે જણાવ્યું કે, તે હજુ પણ અનકોન્સીયસ છે. યુવતી બોરવેલની અંદર હજુ ઊંડી ન જાય તે માટે નીચેથી સપોર્ટ આપી અને એલ હુક બનાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રોબોટ દ્વારા પણ કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ સફળતા મળી ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે