Digital gujarat News

ડિજિટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે રાજ્ય સરકારની વધુ એક સિદ્ધિ: કૌશિક પટેલ
 મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. રાજ્યના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. રાજયના મહેસૂલી વહીવટને કમ્પ્યુટરાઈઝડ, સલામત, સુરક્ષિત, સુદ્દઢ અને ઝડપી બનાવવાના પગલાંરૂપે હસ્તલિખિત મહેસૂલી રેકર્ડ જાન્યુઆરી-2004થી ડિજીટાઈઝ કરી ઓનલાઈન કરવામાં આવેલ છે.
Oct 26,2020, 13:31 PM IST

Trending news