Digital Gold: માત્ર 1 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ, પૈસા લગાવવાના 6 મોટા ફાયદા

Digital Gold Investment Benefits: ડિજિટલ ગોલ્ડ તમારી પાસે એક એવો વિકલ્પ છે, જેમાં રોકાણ કરવું ન સરળ છે, પરંતુ તમે માત્ર 1 રૂપિયાથી રોકાણ કરી શકો છો. 

Digital Gold: માત્ર 1 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ, પૈસા લગાવવાના 6 મોટા ફાયદા

નવી દિલ્હીઃ ભારતીયોમાં ગોલ્ડને લઈને હંમેશા જબરદસ્ત ક્રેઝ રહ્યો છે. ફેસ્ટિવ સીઝન હોય કે લગ્ન પ્રસંગ, દરેક સમયે સોનાની ખરીદી કરવામાં આવે છે. બદલતા સમયની સાથે ફિઝિકલ ગોલ્ડ એટલે કે સોનાની જ્વેલરી, સિક્કા, બાર, બિસ્કિટ ખરીદવાની સાથે-સાથે હવે ડિજિટલ ગોલ્ડમાં રોકાણનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ડિજિટલ ગોલ્ડ તમારી પાસે એક એવો વિકલ્પ છે, જેમાં રોકાણ કરવું ન માત્ર સરળ ચે, પરંતુ તમે માત્ર 1 રૂપિયાથી પણ રોકાણ કરી શકો છો. ગ્લોબલ લેવલ પર જુઓ તો ગોલ્ડ હંમેશાથી રોકાણનું એક મોટું કમ્પોનેન્ટ રહ્યું છે. 

Digital Gold: શું છે આ
ડિજિટલ ગોલ્ડનો અર્થ છે કે તમે ગોલ્ડ ETFs, ગોલ્ડ સેવિંગ ફંડ્સ જેવા ઇલેક્ટ્રિક ફોર્મમાં ખરીદી કરી શકો છો. ડિજિટલ ગોલ્ડમાં મિનિમમ 1 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. માર્કેટમાં ભાવને જોતા તમે ખરીદ-વેચાણ કરી શકો છો. તો જ્યારે તમે ફિઝિકલ ફોર્મેટમાં ગોલ્ડ ખરીદો છો તો સૌથી મોટો પડકાર તેને સાચવવાનો છે. સુરક્ષિત રાખવા માટે બેંક લોકર કે ઘરમાં સ્ટ્રોન્ગ સેલ્ફ વગેરે બનાવવું પડે છે. 

ભારતમાં ખાસ કરીને ત્રણ કંપનીઓ  MMTC-PAMP India Pvt. Ltd, Augmont Gold Ltd અને Digital Gold India Pvt Ltd પોતાના સેલ્ફગોલ્ડ બ્રાન્ડની સાથે ડિજિટલ ગોલ્ડ ઓફર કરે છે. એરટેલ પેમેન્ટ્સ બેન્ક પણ સેફગોલ્ડની સાથે ભાગીદારીમાં ડિજિગોલ્ડ ઓફર કરે છે. આ સિવાય મ્યૂચુઅલ ફંડ્સમાં ગોલ્ડ એસઆઈપીનો પણ વિકલ્પ છે. 

ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું એક સુરક્ષિત રીત છે. તેમાં તમે માર્કેટના ચઢાવ-ઉતારથી તમને પ્રોટેક્સ કરી શકો છો. એવા છ કારણ છે, કે કેમ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું જોઈએ. 

- ડિજિટલ ગોલ્ડ દ્વારા 24 કેરેટ પ્યોર ગોલ્ડમાં રોકાણનો ઓપ્શન મળે છે. કસ્ટમરને પ્યોરિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ જારી થાય છે.
- તેની સૌથી મોટી ખાસિયત છે કે તમે તેમાં નાનામાં નાની રકમ માત્ર 1 રૂપિયાથી રોકાણ કરી શકો છો.
- ડિજિટલ ગોલ્ડને કસ્ટમર જ્યારે જરૂરીયાત હોય ત્યારે વેચી શકે છે. આ સિવાય તે પોતાના ડિજિટલ ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. 
- ડિજિટલ ગોલ્ડમાં તમારે સુરક્ષાની ચિંતા કરવી પડતી નથી. ફિઝિકલ ગોલ્ડમાં તમારે તેને સુરક્ષિત રાખવું પડે છે. 

- જો તમારી પાસે ડિજિટલ ગોલ્ડ છે તો તમે ઓનલાઇન લોન માટે તેને કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકો છો. 
- ડિજિટલ ગોલ્ડમાં રોકાણનો ફાયદો તે પણ છે કે તમને ગોલ્ડની કિંમત પર તત્કાલ અપડેટ મળે છે. કસ્ટમર રીયલ ટાઇમ માર્કેટ અપડેટના આધાર પર ખરીદી કે વેચાણ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news