Pakistan: ક્વેટા યુનિટી ચોક પાસે મોટો વિસ્ફોટ, 2 પોલીસકર્મીઓના મોત, 13 ઘાયલ
પાકિસ્તાનના બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે પોલીસકર્મીઓના મોત થયા છે.
Trending Photos
ક્વેટા: પાકિસ્તાનના બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે પોલીસકર્મીઓના મોત થયા છે. કહેવાય છે કે આ વિસ્ફોટ ક્વેટાની પ્રસિદ્ધ સેરેના હોટલ પાસે થયો છે. આ ધડાકામાં 13 લોકો ઘાયલ પણ થયા છે. પોલીસના જણાવ્યાં મુજબ યુનિટી ચોક પાસે એક પોલીસ મોબાઈલને નિશાન બનાવીને કરાયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકો ઘાયલ થયા છે.
બિલાવલ ભુટ્ટોએ ઈમરાન ખાન સરકાર પર સાધ્યું નિશાન
બીજી બાજુ PPP ના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કરી કે પાકિસ્તાન સરકાર આતંકીઓને ખુશ કરવાનું બંધ કરે અને આતંકને રોકવા માટે National action plan પર ગંભીરતાથી કામ કરે.
#UPDATE | At least 13 people have sustained injuries in the blast, police say. Details awaited: Pakistan media
— ANI (@ANI) August 8, 2021
મોટરસાઈકલમાં ફિટ કરાયો હતો બોમ્બ
મીડિયા રિપોર્ટ્સ મુજબ બોમ્બ મોટરસાઈકલમાં ફિટ કરાયો હતો. ધડાકા બાદ સમગ્ર વિસ્તારમાં ઈમરજન્સીની જાહેરાત કરી દેવાઈ છે. આ અગાઉ પાસિસ્તાનની સેનાના એક નિવેદનમાં જણાવાયું છે કે ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતમાં એક સૈન્ય તપાસ ચોકી પર આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં એક પાકિસ્તાની સૈનિક માર્યો ગયો.
Condemn the bomb blast in Quetta. The government must stop appeasing terrorists and implement the National Action Plan.
— BilawalBhuttoZardari (@BBhuttoZardari) August 8, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે