ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ છતા સ્થિતિ ન સુધરી, સિવિલ હોસ્પિટલે ફ્રીમાં અત્યંત જોખમી ઓપરેશન પાર પાડ્યું

રાજકોટના 55 વર્ષીય પ્રભાબહેને 2.5 વર્ષ પહેલા કરોડરજ્જુના ભાગમાં તકલીફ ઉભી થતા ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. સર્જરીના 6 મહિનામાં જ પતિનું અવસાર થઇ ગયું હતું. પ્રભાબહેનના પરિવારમાં એક જ દિકરી છે, જે પરણીત છે. પતિના અવસાન બાદ એકલવાયુ જીવન પસાર કરી રહેલા પ્રભાબહેનને સમય જતા શારીરિક પીડામાં વધારો થવા લાગ્યો હતો. મણકામાં થયેલી સર્જરીના કારણે દુખાવો શરૂ થયો હતો. આ દુખાવો દિવસેને દિવસે ખુબ જ અસહ્ય થવા લાગ્યો હતો. 
ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ છતા સ્થિતિ ન સુધરી, સિવિલ હોસ્પિટલે ફ્રીમાં અત્યંત જોખમી ઓપરેશન પાર પાડ્યું

મૌલિક ધામેચા/ અમદાવાદ : રાજકોટના 55 વર્ષીય પ્રભાબહેને 2.5 વર્ષ પહેલા કરોડરજ્જુના ભાગમાં તકલીફ ઉભી થતા ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. સર્જરીના 6 મહિનામાં જ પતિનું અવસાર થઇ ગયું હતું. પ્રભાબહેનના પરિવારમાં એક જ દિકરી છે, જે પરણીત છે. પતિના અવસાન બાદ એકલવાયુ જીવન પસાર કરી રહેલા પ્રભાબહેનને સમય જતા શારીરિક પીડામાં વધારો થવા લાગ્યો હતો. મણકામાં થયેલી સર્જરીના કારણે દુખાવો શરૂ થયો હતો. આ દુખાવો દિવસેને દિવસે ખુબ જ અસહ્ય થવા લાગ્યો હતો. 

તેમણે ઓપરેશન થયું ત્યાં દેખાડતા ડોક્ટરે જણાવ્યું કે, તેમના સ્ક્રુ અને સળીયા ખસી ગયા છે. જેના કારણે ફરી એકવાર સર્જરી કરવી પડશે. ખાનગી હોસ્પિટલે આ માટે 4 લાખ રૂપિયાનો ખર્ચ કહ્યો હતો. જો કે મહિલાની આર્થિક સ્થિતિ ખુબ જ સામાન્ય હોવાથી તેના માટે આ શક્ય નહોતું. જેથી આખરે તેણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દેખાડવાનું નક્કી કર્યું હતું. સિવિલમાં વિવિધ તપાસ દરમિયાન સામે આવ્યું કે, તેમના ઓપરેશનમાં નંખાયેાલ સળીયા વળી ગયા છે. મેડિકલ ભાષામાં તેને ઇમ્પ્લાન્ટ ફેલ્યોર (Implant Faliure) કહે છે. જેના કારણે પ્રભાબહેનના શરીરનો એક સંપુર્ણ ભાગ નિષ્ક્રિય એટલે કે પેરેલાઇજ થઇ ચુક્યો હતો. તેમને હલનચલનમાં પણ ખુબ જ તકલીફ થવા લાગી હતી. 

જો કે સિવિલ હોસ્પિટલનાં સર્જરી વિભાગનાં વડા અને સિવિલ હોસ્પિટલનાં સુપ્રીટેન્ડન્ટ દ્વારા આ પડકારજનક ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. ખુબ જ મહેનત બાદ કમરના ભાગે તુટી ગયેલા તમામ સળીયાને બહાર કાઢવામાં આવ્યા હતા. ખુબ જ તકેદારી સાથે સલામતી સાથે સપોર્ટના આધારે નવા સ્ક્રુ અને સળીયા ફીટ કર્યા. સર્જરીબાદ પ્રભાબેનની સ્થિતિ ગંભીર હોવાથી તેમને આઇસીયુમાં રખાયા હતા. બે દિવસ બાદ આજે તેઓ સંપુર્ણ સાજા થયા છે. હલનચલન પણ સરળતાથી કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news