હવામાનની જાણકારીઓએ PoKના PMની ઊંઘ ઉડાવી, ઈમરાન ખાનને કહ્યું- 'ભારત પર કરો હુમલો'

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના ષડયંત્ર એક પછી એક ખતમ થવાના નામ જ નથી લેતા. એક બાજુ આતંકની ચાલ અને બીજી બાજુ યુદ્ધની ધમકી. ક્યારેક પાકિસ્તાન તરફથી તો ક્યારેક પાકિસ્તાનની સેનાના લોકો તરફથી. હવે યુદ્ધની એક નવી ધમકી આપવામાં આવી છે અને આ વખતે આપી છે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જાવાળા કાશ્મીરના પીએમ રાજા ફારૂક હૈદર તરફથી. 

હવામાનની જાણકારીઓએ PoKના PMની ઊંઘ ઉડાવી, ઈમરાન ખાનને કહ્યું- 'ભારત પર કરો હુમલો'

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના ષડયંત્ર એક પછી એક ખતમ થવાના નામ જ નથી લેતા. એક બાજુ આતંકની ચાલ અને બીજી બાજુ યુદ્ધની ધમકી. ક્યારેક પાકિસ્તાન તરફથી તો ક્યારેક પાકિસ્તાનની સેનાના લોકો તરફથી. હવે યુદ્ધની એક નવી ધમકી આપવામાં આવી છે અને આ વખતે આપી છે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જાવાળા કાશ્મીરના પ્રધાનમંત્રી રાજા ફારૂક હૈદર તરફથી. 

પીઓકેના પ્રધાનમંત્રી રાજા ફારૂક હૈદરે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને ભારત પર હુમલો કરવા કહ્યું છે. રાજા ફારૂક હૈદરે કહ્યું કે ઈમરાન ખાન પાકિસ્તાનની સેનાને ભારત પર હુમલાના આદેશ આપે. તેમણે એમ પણ કહ્યું કે ઈમરાન ખાન ભારત વિરુદ્ધ આકરા પગલાં લે. માત્ર નિવેદનો આપવાથી કામ નહીં થાય. હૈદરે એમ પણ કહ્યું કે ભારત પીઓકે અંગે હવામાનની આગાહી કરી રહ્યું છે અને પાકિસ્તાને હવે દિલ્હીના હવામાનની અપડેટ આપવી જોઈએ. 

પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના પ્રધાનમંત્રી રાજા ફારૂક હૈદર, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાના આર્મી ચીફ બાજવાને ઝી ન્યૂઝ તરફથી ખાસ ચેતવણી. ભારતે અત્યારે તો માત્ર પીઓકના હવામાનના હાલચાલ બતાવ્યાં છે અને પાકિસ્તાને વધુ ડંફાશ મારી તો હિન્દુસ્તાનની વીર સેના પીઓકેમાં ઘૂસીને તિરંગો લહેરાવવામાં અઠવાડિયા દસ દિવસનો સમય પણ નહીં લે. 

દિલ્હીના હવામાનના હાલ બતાવશે પાકિસ્તાન?
હકીકતમાં થોડા દિવસ પહેલા ભારતે પીઓકેથી લઈને ગિલગિટ બાલ્ટિસ્તાન સુધીના હવામાનના હાલચાલ દર્શાવ્યા હતાં. રાજા ફારૂક હૈદરને મરચા એ વાત પર લાગ્યા છે. ત્યારબાદ સમગ્ર પાકિસ્તાનમાં જાણે હડકંપ મચી ગયો. પીઓકેના પ્રધાનમંત્રી રાજા ફારૂક હૈદરને અહેસાસ થઈ ગયો છે કે હવે એ દિવસ દૂર નથી કે જ્યારે ફારૂક હૈદરને ભારતીય સેના ગાદી પરથી ઉતારી ફેંકશે અને પીઓકેમાં હિન્દુસ્તાનનો તિરંગો લહેરાવશે. બસ આ દિવસનું વિચારીને હવે રાજા ફારૂક હૈદર ડરી ગયા છે. પોતાની ઔકાત ભૂલીને ભારતને યુદ્ધની ધમકીઓ આપવા લાગ્યા છે. 

જુઓ LIVE TV

ઈમરાન હોય કે બાજવા...કોઈનામાં એટલો દમ નથી કે તેઓ ભારત સાથે યુદ્ધ કરવાનું સપનામાં પણ વિચારી શકે. કારણ કે ઈમરાન ખાન અને બાજવા બંનેને ખબર છે કે ત્રણ-ત્રણ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાની શું હાલત કરી હતી. જ્યાં સુધી આજના હાલાતનો સવાલ છે તો પાકિસ્તાન કરતા ભારત દરેક મામલે આગળ છે. યુદ્ધ થયું તો પાકિસ્તાનને હરાવવામાં ભારતને અઠવાડિયું દસ દિવસ પણ નહીં લાગે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જ વર્ષે 28મી જાન્યુઆરીએ કહ્યું હતું કે આપણને ખબર છે કે આપણો પાડોશી દેશ આપણાથી 3-3 યુદ્ધ હારી ચૂક્યો છે. આપણી સેનાઓને તેને ધૂળ ચટાડવામાં અઠવાડિયા દસ દિવસનો સમય પણ નથી લાાગતો. 

આથી ઈમરાન ખાનને એક મફત સલાહ છે કે વધુ ઉછળવા કૂદવાનું સ્વાસ્થ્ય માટે સારું નથી. પીઓકે ચૂપચાપ ભારતને સોંપી દે. નહીં તો હવે અંજામ ભોગવવા તૈયાર રહે. 

બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news