ગુજરાતમાં હવે કોરોનાના ગંભીર દર્દીઓને 40 હજારની કિંમતના ખાસ ઈન્જેક્શન અપાશે

કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે. કોરોનાના જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓને હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી છે. જેથી હવે આવા દર્દીઓને બચાવવાની ટકાવારી વધી છે. ગઈકાલે આરોગ્ય સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કોવિડ 19 (COVID- 19) સામે સફળતા મળી શકે તે માટે બે બાબતોનો પ્રયાસ અને સફળ પ્રયોગ કરાયો છે. જેમાં એક ટોસિલિઝુમેબ (tocilizumab injection) નામનું ઇન્જેક્શન છે. તેની અસરકારકતા વધુ છે. તેનુ મોટાપ્રમાણમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. ગંભીર હાલતના દર્દીઓઓ માટે આ

ગુજરાતમાં હવે કોરોનાના ગંભીર દર્દીઓને 40 હજારની કિંમતના ખાસ ઈન્જેક્શન અપાશે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે. કોરોનાના જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓને હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી છે. જેથી હવે આવા દર્દીઓને બચાવવાની ટકાવારી વધી છે. ગઈકાલે આરોગ્ય સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કોવિડ 19 (COVID- 19) સામે સફળતા મળી શકે તે માટે બે બાબતોનો પ્રયાસ અને સફળ પ્રયોગ કરાયો છે. જેમાં એક ટોસિલિઝુમેબ (tocilizumab injection) નામનું ઇન્જેક્શન છે. તેની અસરકારકતા વધુ છે. તેનુ મોટાપ્રમાણમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. ગંભીર હાલતના દર્દીઓઓ માટે આ
કિંમતી ઈન્જેક્શનનો ઉપયોગ કરવાની શરૂઆત અમારા દ્વારા કરાઈ છે. સરકારે આ કિંમતી ઈન્જેક્શનની મંજૂરી આપી દીધી છે. 

જે તબીબોને કોરોનાની બીક લાગતી હોય તે અમદાવાદના ડો.પ્રવીણ ગર્ગનો જુગાડ અપનાવે 

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત WHO દ્વારા સોલાડિરિટી ટ્રાયલ કરવામાં આવી રહી છે. જે WHOની ટ્રાયલ છે. રેમડેસિવીર ડ્રગ ની દવાઓ પણ ગઈકાલે પહોંચી ગઈ છે. આજથી તેનો ઉપયોગ દર્દીઓ માટે શરૂ કરી દેવાશે. તેની પણ અસરકારકતા વધુ છે. તે જ રીતે ઈન્ટરફેરોન દવા પણ આવી ગઈ છે. આ તમામ દવાઓ અને ઈન્જેક્શનો દર્દીઓને આપવામાં આવશે. દર્દીઓને વિનામૂલ્યે ઈન્જેક્શન આપવામાં આવશે. જેથી દર્દીઓના રિકવર રેશિયોમાં વધારો થશે.

કોરોનાના દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે. આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપની રોશ આ ડ્રગ તૈયાર કરે છે. ભારતમાં ટોસિલિઝુમેબનો ઉપયોગ ઈન્ટ્રાવિનસ ફોરમ્યુલેશન માત્ર ઓટો ઈમ્યુન ડિસીઝ જેમ કે, સંધિવા ગઠિયા, સિસ્ટેમિક જુવેનાઈલ ઈડિયોપેથિક આર્થરાઈટિસ, પોલિઆર્ટિક્યુલર જુવેનાઈલ ઈડિયોપેથિક આર્થરાઈટિસ જેવી સમસ્યાઓ માટે સ્વીકાર્ય છે. કંપનીએ જણાવ્યું કે, સિપલા ટોસિલિઝુમેબને ભારતમાં પ્રમોટ કરવા અને ડિસ્ટ્રીબ્યુશન કરવા માટેનુ
પાર્ટનર છે. જોકે, આ ડ્રગ સિપ્લા દ્વારા મેન્યુફેક્ચર નથી થતું. ટોસિલિઝુમેબને રોશેના વિદેશના મેન્યુફેક્ચરિંગ સાઈટ્સ પરથી ભારતમાં આયાત કરવામાં આવે છે. 40 હજારની કિંમતના આ ઇન્જેક્શનના બે ડોઝ દર્દીઓને આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news