શિયાળામાં શરદી અને ખાંસીથી પરેશાન છો? આજે જ ડાઈટમાં સામેલ કરો આ વસ્તુઓ, મળશે અનેક ફાયદા
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હળદર, આદું, લસણ અને મધનું સેવન કરવું પણ ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.
નિષ્ણાતોના અનુસાર શિયાળાની ઋતુમાં મોસમી ફળોનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. આહારમાં તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ બની જાય છે, જેમાં વિટામિન અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જેમ કેસ નારંગી, આમળા, પપૈયા, કેપ્સિકમ અને સ્ટ્રોબેરીનું સેવન કરવું જોઈએ.
શિયાળામાં માનસિક સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. યોગ, ધ્યાન અને પ્રાણાયામ કરવાથી તણાવ ઓછો થશે. શિયાળાની ઋતુમાં સમયાંતરે પોતાને આરામ આપો અને ખુશ રહેવાનો પ્રયાસ કરો.
શિયાળામાં ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરવા જોઈએ. ઠંડીથી બચવા માટે મફલર, મોજા અને ગરમ શૂઝ પહેરો, જેથી શરીરનું તાપમાન જાળવી શકાય. આ ચેપ અને રોગથી બચવામાં મદદ કરે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી અને માહિતી પર આધારિત છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અમલમાં મૂકતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Trending Photos