ઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસે ઈટલી ગયા છે. પીએમ મોદી અહીં જી-7 સંમેલનમાં હાજરી આપશે. આ દરમિયાન અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ થઈ શકે છે. 

ઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

ઇટલીઃ અમેરિકા, ફ્રાન્સ, ઈટલી, જર્મની, કેનેડા અને જાપાન જેવા 7 દેશોના સમુહોનું ઈટલીમાં સંમેલન મળી રહ્યું છે.. આ સમુહ એટલે કે, G7માં ભારત સામેલ નથી.. જોકે, ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં હાજરી આપવા માટે ઈટલી પહોંચ્યા છે.. આખરે ભારત માટે આ સંમેલનનું શું મહત્વ છે અને ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીમાં કેવી રીતે ભારતીય સંસ્કૃતિ દેખાય,, જુઓ આ રિપોર્ટમાં.. 

50મી G7 શિખર સમ્મેલન સમિટ 13 જૂનથી 15 જૂન સુધી ઈટલીના અફુલિયા ક્ષેત્રમાં બોર્ગો ઈગ્નાજિયાના રિસોર્ટમાં આયોજિત કરવામાં આવી છે.. આ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોન, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક, જાપાનના પ્રધાનમંત્રી કુમિયો કિશિદા અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો અને જર્મનના ચાન્સેલર ઓલાફ સ્કોલ્જ સામેલ થયા છે.. 

આ ઉપરાંત ઈટલીના રાષ્ટ્રપતિ જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ અને આગ્રહ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સમિટમાં હાજરી લેવા માટે પહોંચ્યા છે.. જ્યોર્જિયા મેલોનીએ PM મોદીને ચૂંટણી પહેલા જ આ સમિટ માટે આમંત્રણ મોકલ્યું હતું.. જોકે, આ પહેલીવાર નથી જ્યારે આ સંસ્થા દ્વારા ભારતને અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હોય.. 

પ્રધાનમંત્રી મોદીના ત્રીજા કાર્યકાળનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.. આ સમિટમાં ભારતની 11મી અને પીએમ મોદીની સતત પાંચમી ભાગીદારી હશે.. ભારતે આ સમિટમાં સૌપ્રથમ 2003માં ભાગ લીધો હતો.. આ માટે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ફ્રાન્સ ગયા હતા. પીએમ મોદી ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે દ્વીપક્ષીય મુલાકાત પણ કરશે.. 

અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન અને PM મોદી G-7 સમિટમાં મુલાકાત કરી શકે છે.. જો કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું શિડ્યૂલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી..

G-7 દેશોની યાદીમાં અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને ઈટાલીના નામ સામેલ છે.. જોકે પહેલા આ જૂથને G-8 કહેવામાં આવતું હતું.. રશિયા પણ આ જૂથનો ભાગ હતો.. પરંતુ 2014માં રશિયાએ ક્રિમિયા પર કબજો કરી લીધો હતો.. આવી સ્થિતિમાં રશિયા વિરૂદ્ધ કાર્યવાહી કરીને તેને ગ્રૂપમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.. ત્યારથી તેને G-7 કહેવામાં આવે છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news