વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે નહીં, બ્રિટિશ સ્વાસ્થ્ય નિષ્ણાંતનો દાવો
પીચઈએ નવા વિશ્લેષણમાં ડેલ્ટા સ્વરૂપના 14019 કેસને સામેલ કર્યા હતા. તેમાંથી 166 દર્દી 14 એપ્રિલથી ચાર જૂન વચ્ચે હોસ્પિટલમાં દાખલ હતા.
Trending Photos
નવી દિલ્હીઃ બ્રિટિશ સ્વાસ્થ્ય નિષ્ણાંતોના નવા વિશ્લેષણમાં પ્રથમવાર તે તારણ સામે આવ્યું છે કે કોવિડ-19 વેક્સિનના બે ડોઝ કોરોના વાયરસના વધુ સંક્રામક ડેલ્ટા સ્વરૂપ બી.1.617.2 ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. વેક્સિન સંક્રમણ ગંભીર બનતું રોકવામાં મદદ કરે છે. વાયરસના ડેલ્ટા સ્વરૂપની ઓળખ સૌથી પહેલા ભારતમાં થઈ હતી.
ફાઇઝર/બાયોએનટેક રસીના ડોઝ 96 ટકા અસરકારક
કોવિડ-19 ના ચિંતાજનક સ્વરૂપો (વીઓસી) નું નિયમિત રૂપથી વિશ્લેષણ કરી રહેલ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (પીએચઈ) એ સોમવારે કહ્યું કે, નવા વિશ્લેષણ તે સાબિત કરે છે કે ફાઇઝર/એનબાયોટેક રસીના બે ડોઝ હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં 96 ટકા અસરકારક છે. તો ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકાની રસી હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં 92 ટકા અસરકારક છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ ફ્રી રસી આપવાની કરી અપીલ
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હેન્કોકે કહ્યુ- તેનાથી સાબિત થાય છે કે રસીનો બીજો ડોઝ તમારા માટે કેટલો મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું, અમારો રસીકરણ કાર્યક્રમ ઝડપથી જારી છે અને હજારો લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. આ મહામારીમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે. તેમણે 25 વર્ષથી વધુ ઉંમરના લોકોને ફ્રી રસીના ડોઝ આપવાની અપીલ કરી છે.
પીચઈએ નવા વિશ્લેષણમાં ડેલ્ટા સ્વરૂપના 14019 કેસને સામેલ કર્યા હતા. તેમાંથી 166 દર્દી 14 એપ્રિલથી ચાર જૂન વચ્ચે હોસ્પિટલમાં દાખલ હતા.
આ પણ વાંચોઃ ઈઝરાયેલના નવા PM નફ્તાલી બેનેટે પ્રધાનમંત્રી મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
વેક્સિન લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવાનો ખતરો ઓછો
પીએચઈના રસીકરણ પ્રમુખ ડો. મેરી રૈમસે કહ્યું- આ મહત્વપૂર્ણ પરિણામથી આ વાતની પુષ્ટિ થાય છે કે રસીના ડેલ્ટા સ્વરૂપથી સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થવા વિરૂદ્ધ મહત્વપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
બ્રિટનના રસી મંત્રી નદીમ જહાવીએ કહ્યું- જો તમને બીજા ડોઝ માટે બોલાવવામાં આવે તો વિલંબ ન કરો, બીજો ડોઝ લઈને સુરક્ષિત રહો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે