કોરોના બાદ ખેતીના માધ્યમથી વાયરસ ફેલાવવાનો 'ચાઈનીઝ પ્લાન', અમેરિકાનો દાવો
સોશિયલ મીડિયા પર હાલ એક ચોંકાવનારો દાવો થઈ રહ્યો છે. કોરોના વાઈરસ પછી ચીન વૈશ્વિક સ્તરે ખેતીના માધ્યમ વડે વાયરસ ફેલાવી રહ્યો હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. વિશ્વના અનેક દેશોમાં ચીન તેના બિયારણના કોઈ પણ પ્રકારના ઓર્ડર વગર પાર્સલ કરી રહ્યું છે જેને લીધે લોકોમાં ખળભળાટ મચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ એક ચોંકાવનારો દાવો થઈ રહ્યો છે. કોરોના વાઈરસ પછી ચીન વૈશ્વિક સ્તરે ખેતીના માધ્યમ વડે વાયરસ ફેલાવી રહ્યો હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. વિશ્વના અનેક દેશોમાં ચીન તેના બિયારણના કોઈ પણ પ્રકારના ઓર્ડર વગર પાર્સલ કરી રહ્યું છે જેને લીધે લોકોમાં ખળભળાટ મચી ગયો છે.
શું ચીન આખી દુનિયામાં એવા કોઈ જૈવિક ઝેરી બિયારણ મોકલી રહ્યું છે કે જ્યારે તે ઉગે ત્યારે તેમાંથી ઝેરી વાયુ પેદા થશે? શું ચીન એવા કોઈ ઝેરી બિયારણને આખી દુનિયામાં વગર ઓર્ડરે લોકોના નામે પાર્સલ કરી રહ્યું છે જે બિયારણ વાવવાથી જે ઝાડ ઉગશે તેમાંથી ઑક્સિજનને બદલે ઝેરી વાયુ નીકળશે ? અને તેમાંથી ઝેરી વાયરસ જન્મ લેશે? આ તમામ સવાલો સોશિયલ મીડિયામાં કોરોના વાયરસથી પણ વધારે ગતિએ ફેલાઈ રહ્યા છે.
ચીન તરફથી અમેરિકા,કેનેડા,જાપાન,બ્રિટેન,ન્યુઝીલેન્ડ તથા યુરોપિયન દેશોમાં આ પાર્સલ પહોંચી રહ્યા છે..જેનાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.પાર્સલમાં આવેલા આ બિયારણ પર્યાવરણને ભારે નુકશાન પહોંચી શકે છે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
We got weird seeds from China in the mail just the other day in Southern California @lookner pic.twitter.com/YeUq2wpxiz
— Angelaaaaaaa (@_arientari) July 28, 2020
અમેરિકાએ પોતાના નાગરિકોને ચાઈનીઝ બિયારણ લેવું નહી તે માટે ચેતવ્યા છે. આવા સંગ્દિધ પાર્સલમાં રહેલી સામગ્રીમાં ઈકો સિસ્ટમને ખોરવી શકે તેવા પેથોજન વાયરસ, બેક્ટેરિયા કે ફંગસ હોઈ શકે છે. કોરોના વાઈરસ પછી ચીન વૈશ્વિક સ્તરે ખેતીના માધ્યમે વાયરસ ફેલાવી રહ્યો હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે.
જો કે હાલ આપણા દેશમાં આવા કોઈ પેકેટ આવ્યા નથી પણ તેમ છતાં તકેદારીના ભાગરૂપે કૃષિ મંત્રાલયે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. કોરોના બાદ હવે ચીન સમગ્ર દુનિયામાં નવી મુશ્કેલી પેદા કરી રહ્યું છે. ત્યારે આવામાં જો તમારા ઘરે, દુકાને, ઓફિસે કોઈ અજાણ્યા નામે કે લેબલથી બિયારણનું પાર્સલ કે કુરિયર આવે તો ચેતજો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે