Pakistan Political Crisis: ઇમરાન ખાને માની હાર! પાકિસ્તાનના ગૃહમંત્રીએ જલદી ચૂંટણીના આપ્યા સંકેત

પાકિસ્તાનની ઇમરાન ખાનની સરકાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓએ ઇમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યો છે, જેના પર આવતા સપ્તાહે મતદાન થશે. 

Pakistan Political Crisis: ઇમરાન ખાને માની હાર! પાકિસ્તાનના ગૃહમંત્રીએ જલદી ચૂંટણીના આપ્યા સંકેત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદે ગુરૂવારે કર્યુ કે, સંકટમાં ઘેરાયેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાન સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને કારણે વર્તમાન રાજકીય અનિશ્ચિતતા ખતમ કરવા માટે દેશમાં જલદી ચૂંટણી કરાવવામાં આવી શકે છે. ઇસ્લામાબાદમાં એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા શેખ રાશિદે પાર્ટીના નારાજ નેતાઓને પણ ચેતવણી આપી કે પક્ષ બદલવાથી તેનું કોઈ ભલુ થશે નહીં. 

આઠ માર્ચે વિપક્ષી દળો દ્વારા નેશનલ એસેમ્બલી સચિવાલયની સામે રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક એ-ઇન્સાફ (પીટીઆઈ) સરકાર દેશમાં વધતા આર્થિક સંકટ અને વધતી મોંઘવારી માટે જવાબદાર છે. 69 વર્ષીય ઇમરાન ખાન ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે અને કેટલાક સહયોગી દળ તેમને બદલવાનો નિર્ણય કરે છે તો તેમને હટાવી શકાય છે. 

23 સભ્યોવાળી તેમની સહયોગી પાર્ટીઓએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સંસદમાં તેમનું સમર્થન કરવા માટે સ્પષ્ટ સંકેત આપવાનો ઇનકાર કર્યા બાદ ઇમરાન ખાન મુશ્કેલીમાં છે, જે આ મહિનાના અંતમાં સંસદમાં ચર્ચા માટે આવશે. તેમની પરેશાની ત્યારે વધી ગઈ, જ્યારે તેમની પાર્ટીની અંદર આશરે બે ડઝન નેતા નારાજ થઈ ગયા હતા. ઇમરાન ખાન અને તેમના મંત્રી તે ધારણા બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે સરકારમાં બધુ બરાબર હતું અને તે કેસથી વિજયી થશે. 

શેખ રાશિદે સત્તામાં રહેલી પીટીઆઈના સાંસદોને કહ્યું કે પ્રધાનમંત્રી વિરુદ્ધ પક્ષ પલટો કરનારે તે ધ્યાન રાખવું જોઈએ કે દેશમાં જલદી ચૂંટણી થઈ શકે છે અને તેથી પક્ષ બદલવાથી કોઈ ફાયદો થશે નહીં. મંત્રીએ કહ્યું કે જે લોકો પાર્ટી બદલી રહ્યાં છે અને વિચારી રહ્યાં છે કે તેમને સન્માન મળશે, તે ખોટુ છે. રાશિદે જલદી ખુશખબરનું વચન આપ્યું હતું, તેમ છતાં જમીની હકીકત પ્રમાણે ઇમરાન ખાન પોતાની હારની નજીક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news