પાકિસ્તાનઃ કોરોના, કાશ્મીર અને FATFમાં ફેલ થયા ઇમરાન ખાન, પાકિસ્તાની સેનાએ કર્યા સાઇડલાઇન
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની ખુરશી ખતરામાં દેખાઈ રહી છે. કાશ્મીર, FATF અને કોરોના વાયરસ સામે જંગમાં ફેલ થયા બાદ હવે પાકિસ્તાની સેનાએ ઇમરાન ખાનને સાઇડલાઇન કરી દીધા છે. હવે કોરોના સામે લડવા સેનાએ કમાન સંભાળી લીધી છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ કોરોના વાયરસના કહેરનો પાકિસ્તાન સામનો કરી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 12 હજારથી વધુ મામલા સામે આવ્યા છે અને 265 લોકોના મોત થયા છે. આ મહાસંકટની ઘડીમાં હવે વડાપ્રધાન ઇમરાન ખાન પોતાની જનતા માટે 'એલિયન' થઈ ગયા છે. હકીકતમાં, પાકિસ્તાનની શક્તિશાળી સેનાએ પીએમ ઇમરાન ખાનને સાઇડલાઇન કરી દીધા છે અને સેના પ્રમુખ કમર જાવેદ બાઝવાએ ખુદ આ જંગની કમાન સંભાળી લીધી છે.
પાકિસ્તાનમાં કોરોના વાયરસથી ઝઝૂમી રહેલા ડોક્ટરોને એક પ્રકારની કિટ મળી રહી નથી અને તે પ્રદર્શન કરી રહ્યાં છે, તો બીજી તરફ સિંઘ સરકાર અને ઇમરાન ખાન સરકાર વચ્ચે તલવાર ખેંચાઇ છે. કોરોના વાયરસથી આ જંગમાં ઇમરાન ખાન આકરા નિર્ણયો લેવા અને વાયરસના પ્રસારને રોકવા માટે લૉકડાઉન કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ સેના પ્રમુખે ઇમરાન ખાનને સાઇડલાઇન કરી દીધા છે.
સેનાના બદલ્યો ઇમરાન ખાન સરકારનો નિર્ણય
ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે 22 માર્ચે ઇમરાન ખાને કહ્યું હતું કે તેની સરકાર દેશમાં લૉકડાઉન કરશે નહીં. તેનો તર્ક હતો કે તેનાથી ગરીબ લોકો ખાધા વગર મરી જશે. ઇમરાનની આ જાહેરાતના 24 કલાક બાદ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે જાહેરાત કરી કે સેના દેશમાં શટડાઉન કરવા પર વિચાર કરશે જેથી કોરોના વાયરસના પ્રસારને રોકી શકાય.
ત્યારબાદ પાકિસ્તાનભરમાં સેનાને તૈનાત કરી દેવામાં આવી છે. પાકિસ્તાની સેના હવે દેશમાં કોરોના સામે લડવાની રણનીતિ બનાવી રહી છે. સેનાના ચાલક જનરલ કોરોના સંકટનને એક તકના રૂપમાં લઈ રહ્યાં છે. તે સાબિત કરવા ઈચ્છે છે કે ઇમરાન ખાન દેશને સંભાળવામાં અક્ષમ છે અને સેના કોરોનાથી દેશને બચાવી શકે છે. બીજીતરફ ઇમરાનની ભૂમિકા પોતાના દેશમાં નિષ્ક્રિય થઈ ગઈ છે.
પાકિસ્તાની સેનાના એક નિવૃત જનરલે કહ્યું, ઇમરાન સરકારે પોતાની કોરોના સામે લડવાની રણનીતિ ખિણમાં છોડી દીધી છે. સેના ખીણમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. સેનાની પાસે કોઈ વિકલ્પ નહતો. નિષ્ણાંતોનું માનવું છે કે કોરોના વાયરસ સામે જંગની તમામ રણનીતિ પર સેનાનો કબજો કરવો સેનાના જનરલોની નજરમાં ઇમરાન ખાનની એક નીતિગત નિષ્ફળતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે