ધૂંધવાયેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિના અવળા બોલઃ 'હવે ભારત સામે જેહાદ થઈ શકે છે'
તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન કાશ્મીરીઓને મદદ કરવાનું ચાલુ રાકશે, અમે ભારતના નિર્ણય સામે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરીશું
Trending Photos
નવી દિલ્હી/ ઈસ્લામાબાદઃ કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થયા પછી પાકિસ્તાન એટલું બધું ધૂંધવાઈ ગયું છે કે, તેના રાષ્ટ્રપતિએ ભારતને જેહાદની ખુલ્લી ધમકી આપી દીધી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલ્વીએ જણાવ્યું કે, ભારતે શિમલા કરાર તોડ્યો છે. હવે તેની સામે જેહાદ થઈ શકે છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરીઓને મદદ કરવાનું ચાલુ રાખશે. અમે ભારતના નિર્ણય સામે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરીશું.
પાકિસ્તાનના 73મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઈસ્લામાબાદમાં જિન્ના કન્વેન્શન સેન્ટરમાં ધ્વજવંદન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે તેઓ સંબોધન કરી રહ્યા હતા.
દેશ-વિદેશના સમાચાર માટે જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે