પાકિસ્તાન આર્મીએ કહ્યું, જો ડિપ્લોમેસી ફેલ થાય તો યુદ્ધ નક્કી
સરહદ પર સીઝફાયર ઉલ્લંઘનના વધતા મામલા વચ્ચે પાકિસ્તાન સેનાએ કહ્યું કે, જ્યારે ડિપ્લોમેસી ફેલ થાય છે ત્યારે યુદ્ધ થાઈ છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ સરહદ પર સીઝફાયર ઉલ્લંઘનના વધતા મામલા વચ્ચે પાકિસ્તાન સેનાએ કહ્યું કે, જ્યારે ડિપ્લોમેસી ફેલ થાય છે ત્યારે યુદ્ધ થાઈ છે. પાકિસ્તાન સેનાએ ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું કે, અમારી સેના અને શાંતિના પ્રયત્નને અમારી કમજોરી સમજવાની ભૂલ ન કરવી જોઈએ. પાક સેનાએ તેમ પણ કહ્યું કે, ભારત સાથે કોઈપણ પ્રકારના જંગના હાલમાં સંભાવના નથી કારણ કે બંન્ને દેશ પરમાણુ સંપન્ન છે.
પાક આર્મીની મીડિયા વિંગ, ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન (ISPR)ના ડાયરેક્ટર જનરલ મેજર આસિફ ગફૂરે પત્રકાર પરિષદની શરૂઆત કરતા કહ્યું કે, શાંતિની અમારી ઈચ્છાને કમજોરી ન સમજવી જોઈએ. આ સાથે પાક સેનાના મુખ્ય અધિકારીએ 2018ની શરૂઆતથી લઈને અત્યાર સુધી ભારત પર 1077 વાર સીઝફાયરના ઉલ્લંઘનનો આરોપ પણ લગાવ્યો. પરંતુ હકીકત તે છે કે, કેટલાક દિવસો પહેલા શાંતિની વાત કરવા છતા પાક સેના સતત સરહદી વિસ્તારમાં ગોળીબારી કરી રહી છે. એક દિવસ પહેલા પાક સેનાની ગોળીબારીમાં 2 ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા.
યુદ્ધની આશંકા પર ગફૂરે કહ્યું કે, બંન્ને પક્ષ ઘણા દ્વિપક્ષીય મુદ્દાને લઈને એકબીજાના સંપર્કમાં છે, પરંતુ ભારત વાર્તા માટે તૈયાર નથી. મહત્વનું છે કે, ભારત સતત કહે છે આતંકવાદની સાથે વાતચીત ન થઈ શકે. પાક સૈન્ય અધિકારીએ કહ્યું કે, જંગ ત્યારે થાઈ છે જ્યારે કૂટનીતિ ફેલ થઈ જાઈ છે. તેમણે કહ્યું, ભારતે સમજવું જોઈએ કે, ભવિષ્યમાં ક્યાં જવા ઈચ્છે છે. અમે બંન્ને પરમાણુ સંપન્ન દેશ છીએ અને યુદ્ધ માટે કોઈ જગ્યા નથી.
મેજર જનરલ ગફૂરે કહ્યું, બંન્ને દેશોની સેનાઓ વચ્ચે 2003ના સીઝફાયર એગ્રીમેન્ટને માનવા પર સહમતિ બન્યા બાદ કથિચરૂપે ભારતીય ફાયરિંગનો પાકિસ્તાને જવાબ આપ્યો પરંતુ જ્યારે નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યો ત્યારે અમે જવાબ આપવા મજબૂર થયા. તેમણે કહ્યું, જો ભારત પ્રથમ ગોળી ચલાવ છે અને કોઇ નુકસાન થ થાય તો અમે જવાબ આપીશું નહીં. પરંતુ ભારત તરફથી બીજી ગોળી આવે તો અમે જરૂર જવાબ આપશું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરહદ પર ભારતીય ચોકીઓ અને રહેણાક વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે