SBIની જેમ જ હવે આ 4 બેંકોના મર્જરની તૈયારી: 21 હજાર કરોડનું NPA સાફ

દેશમાં બેંકોની હાલ કથળેલી પરિસ્થિતી છે જેને મજબુત કરવા માટે કેન્દ્ર સરકાર 4 બેંકોનાં મર્જર માટેનું આયોજન કરી રહી છે. આ નિર્ણયથી જ્યાં દેશમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ બીજી સૌથી મોટી સરકારી બેંક તૈયાર થશે. બીજી તરફ કેન્દ્ર સરકાર માટે બોઝ બની ચુકેલ બેંકો મર્ઝર બાદ પોતાનાં પગ પર ઉભી થઇ શકે છે. કેન્દ્ર સરકારી તૈયારીઓ અનુસાર એક તરફ મોટી સરકારી બેંક બનાવવાની કવાયતમાં આઇડીબીઆઇ, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું મર્ઝર કરવામાં આવશે. આ ચારેય બેંકનાં મર્ઝર બાદ તૈયાર થનાર નવી બેંકની કુલ સંપત્તી 16.58 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. 

SBIની જેમ જ હવે આ 4 બેંકોના મર્જરની તૈયારી: 21 હજાર કરોડનું NPA સાફ

નવી દિલ્હી : દેશમાં બેંકોની હાલ કથળેલી પરિસ્થિતી છે જેને મજબુત કરવા માટે કેન્દ્ર સરકાર 4 બેંકોનાં મર્જર માટેનું આયોજન કરી રહી છે. આ નિર્ણયથી જ્યાં દેશમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ બીજી સૌથી મોટી સરકારી બેંક તૈયાર થશે. બીજી તરફ કેન્દ્ર સરકાર માટે બોઝ બની ચુકેલ બેંકો મર્ઝર બાદ પોતાનાં પગ પર ઉભી થઇ શકે છે. કેન્દ્ર સરકારી તૈયારીઓ અનુસાર એક તરફ મોટી સરકારી બેંક બનાવવાની કવાયતમાં આઇડીબીઆઇ, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું મર્ઝર કરવામાં આવશે. આ ચારેય બેંકનાં મર્ઝર બાદ તૈયાર થનાર નવી બેંકની કુલ સંપત્તી 16.58 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે,  આ બેંકોનાં વિલય માટે સરકાર પણ પ્રયાસો કરી રહી છે. કારણ કે 2018માં ચારેય બેંકોએ કુલ  22 હજાર કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. એનપીએનાં બોઝા તળે દબાયેલી બેંકો માટે આ મર્ઝર પ્લાન કેન્દ્ર સરકાર માટે એટલા માટે પણ મહત્વનો છે કારણ કે, મર્ઝર બાદ નવી બેંકોમાંસૌથી નબળી કડી પોતાની સંપત્તી સરળતાથી વેચી શકશે અને પોતાના નુકસાનની ભરપાઇની પ્રક્રિયાઓ ચાલુ કરી શકશે. 

આ ઉપરાંત નબળી પડેલી બેંકો પોતાનાં સંચાલયીક નુકસાનને ઘટાડવા માટે તે બ્રાંચોને સરળતાથી બંધ કરવાનો નિર્ણય કરી શકશે જ્યાં તેને સૌથી વધારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું હોય. ઉલ્લેખનીય છે કે  મર્ઝ થયેલી અન્ય બેંકો તે ક્ષેત્રોમાં પોતાની શાખાઓને ચાલુ રાખતા વિસ્તાર કરી શકશે અને ખરાબ હાલતમાં રહેલી બેંકો પોતાની શાખાઓને બંધ કરી શકશે. આ ફાયદા ઉપરાંત મર્ઝ થનાર તમામ સરકારી બેંક પોતાના કર્મચારીઓની છટણી પણ સરળતાથી કરી શકશે. 

કેન્દ્ર સરકારનાં આંકડા અનુસાર આ ચારેય બેંકોમાં ખસ્તા હાલત આઇડીબીઆઇ બેંકની છે. માટે કેન્દ્ર સરકાર આ બેંકમાં લગભગ 51 ટકા સુધીની હિસ્સેદારી કોઇ ખાનગી કંપનીને વેચવાની પણ તૈયાર કરી રહ્યા છે. આ વેચાણથી કેન્દ્ર સરકારને લગભગ 9થી 10 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવામાં મદદ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news