નોબેલ શાંતિ પૂરસ્કાર વિજેતા કોફી અન્નાનનું નિધન, ભારત સાથે હતા ગાઢ સંબંધ

સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નનાનનું શનિવારે અવસાન થયું 

નોબેલ શાંતિ પૂરસ્કાર વિજેતા કોફી અન્નાનનું નિધન, ભારત સાથે હતા ગાઢ સંબંધ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ સેક્રેટરી જનરલ (મહાસચિવ) કોફી અન્નાનનું શનિવારે (18 ઓગસ્ટ, 2018)નું નિધન થઈ ગયું હતું. તેઓ 80 વર્ષની વયના હતા. 

કોફી અન્નાનના ટ્વીટર હેન્ડલ પર જાહેરાત કરવામાં આવી છે કે, અત્યંત ખેદ સાથે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્રોના પૂર્વ સેક્રેટરી જનરલ અને નોબેલ શાંતિ પૂરસ્કાર વિજેતા કોફી અન્નાનનું  ટૂંકી બિમારી બાદ નિધન થઈ ગયું છે. 

મીડિયા રિપોર્ટોમાં દાવો કરાયો છે કે, તેઓ આવતા મહિને ભારત આવવાના હતા. ભારત પ્રત્યે તેમને અપાર લાગણી રહી છે. સમગ્ર વિશ્વમાં એઈડ્સની બીમારીની રોકથામ અને યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ માટેના પ્રયાસો માટે તેઓ જાણીતા છે. 

नहीं रहे नोबेल विजेता कोफी अन्‍नान, भारत से था गहरा नाता

(દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા સાથે કોફી અન્નાન. ફોટો- કોફી અન્નાન ફાઉન્ડેશનના ટ્વિટર હેન્ડલમાંથી સાભાર)

ઘાનામાં જન્મ થયો હતો 
કોફી અન્નાનનો જન્મ ઘાનામાં થયો હતો. તેઓ એક રાજનેતા હતા. વર્ષ 1962થી 2006 સુધી તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં કાર્યરત રહ્યા હતા. વર્ષ 1997થી 2006 દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રના 7મા સેક્રેટરી જનરલ (મહાસચિવ) રહ્યા હતા. દુનિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં શાંતિના પ્રયાસો માટે તેમને વર્ષ 2001માં શાંતિનો નોબેલ પારિતોષિક એનાયત કરાયો હતો. કોફી અન્નાનનો જન્મ 8 એપ્રિલ, 1938ના રોજ ઘાનાના કુમસી નામના ગામમાં થયો હતો. 

— Kofi Annan (@KofiAnnan) August 18, 2018

 

સતત બે વખત મહાસચિવ રહ્યા 
કોફી અન્ના સંયુક્ત રાષ્ટ્રમાં જનારા પ્રથમ આફ્રિકન મૂળના મહાસચિવ હતા. તેમણે સતત બે ટર્મ સુધી મહાસચિવનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન તેમણે 2015 સુધી વૈશ્વિક ગરીબીને ઘટાડવા માટેનું લક્ષ્ય પણ નક્કી કર્યું હતું. કોફી અન્નાને યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિની સ્થાપના અને સ્થળાંતર કરી ગયેલા પ્રવાસીઓના પુનર્વસન માટે વૈશ્વિક સ્તરે થતા પ્રયાસોની આગેવાની લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ બાંગ્લાદેશના રોહિંગ્યા અને સીરિયાના શરણાર્થી સંકટનું સમાધાન શોધવા માટે કામ કરી રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news