ફોટોશૂટ દરમિયાન ઉર્વશી રૌતેલા સાથે આ શું થયું, તેમે પણ જુઓ VIRAL VIDEO

ઉર્વશી રૌતેલા ઘણા સમયથી ચર્ચાઓમાં આવી રહી છે. પરંતુ આ વખતે ચર્ચામાં આવવાનું કારણ તેનો હોટલુક નહીં પરંતુ ઉર્વશીના ફોટોશૂટ દરમિયાન સોશિયલ મીડિયામાં થયેલો વાયરલ વીડિયો છે.

ફોટોશૂટ દરમિયાન ઉર્વશી રૌતેલા સાથે આ શું થયું, તેમે પણ જુઓ VIRAL VIDEO

નવી દિલ્હી: બોલીવુડના સ્ટાર્સ સાથે કોઇને કોઇ ઘટના બનતી રહેતી હોય છે, પછી ભલેને ફિલ્મ શૂટિંગ દરમિયાન હોય કે પછી ફોટોશૂટ દરમિયાન, જેના કારણે તેમને એમ્બેરેસિંગ ફિલ કરવું પડતું હોય છે. ‘હેટ સ્ટોરી-4’ની એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે પણ કઇંક આવી જ ઘટના બની છે. તેની હોટ અદાઓથી બોલીવુડમાં તહેલકા મચાવનાર ઉર્વશી રૌતેલા કોઇને કોઇ કારણથી ચર્ચાઓમાં વિષય બનતી રહી છે. હાલ ફરી એકવાર ઉર્વશી ચર્ચાઓમાં આવી છે. પરંતુ આ વખતે ચર્ચામાં આવવાનું કારણ તેનો હોટલુક નહીં પરંતુ ફોટોશૂટ દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો તેનો એક વીડિયો છે. આ વીડિયોમાં ઉર્વશી પોતાને નીચે પડતા બચાવાનો પ્રયત્ન કરી રહી છે અને પરિસ્થિતિને સંભાળ્યા બાદ પોતાના પર હસતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં ઉર્વશી એક સુંદર ડ્રેસ સાથે પેન્સિલ હીલના સેન્ડલ પહેરીને ફોટોશૂટ કરી રહી હતી. ફોટોશૂટ માટે ઉર્વશી ગાર્ડનની બોડરલાઇન પર ઉભી રહીને પોઝ આપી રહી હતી. તે દરમિયાન જ્યારે ઉર્વશી બીજો પોઝ કરવા માટે આગળ વધી ત્યારે તેનું બેલેન્સ ગુમાવતા તે પોતાને નીચે પડતા રોકી રહી હતી. ઉર્વશીએ જ્યારે નીચે પડવા જેવી થાય છે તે જ સમયે તેનો બેલ્ટ ખૂલીને નીચે પડી જાય છે. તો તમે સમજી શકો છો કે ઉર્વશીએ કઇ રીતે પોતાનું બેલેન્સ સંભાળ્યું હશે. ત્યારબાદ ઉર્વશી બેલેન્સ સંભાળ્યા બાદ પોતાની પર હસી રહી હતી. તમે પણ જુઓ વીડિયો...

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on

ઉર્વશીએ બોલીવુડમાં શની દેઓલની સાથે ફિલ્મ ‘સિંગ સાહેબ ધી ગ્રેટ’થી શરૂઆત કરી હતી. જેમાં તેણે શની દેઓલની પત્નીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ પછી ‘સનમ રે’ અને ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’માં પણ તેણે કામ કરી ચૂકી છે. ફિલ્મ ‘હેટ સ્ટોરી-4’માં ઉર્વશીએ બોલ્ડનેશની નવી વ્યાખ્યા આપી છે. ઉર્વશી રૌતેલાએ 15 વર્ષની ઉંમરે જ મોડેલિંગ શરૂ કર્યું હતું અને 2012માં આઇ એમ સી-મિસ ઇન્ડિયાની વિજેતા બની હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news