Shocking! ચીનની વુહાન લેબમાં કોરોનાથી પણ ખતરનાક વાયરસ, ચોખા-કપાસથી થયો ચોંકાવનારો ખુલાસો
એકબાજુ જ્યાં દુનિયા કોરોનાથી પાયમાલ થઈ રહી છે, લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યાં ચીનથી અત્યંત આઘાતજનક સમાચાર આવી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં એકવાર ફરીથી કેર વર્તાવવાનું શરૂ કરી દીધુ છે. પરંતુ આ બધા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કોરોના વાયરસ જેટલો જ ખતરનાક વધુ એક વાયરસ જલદી આ દુનિયાને પરેશાન કરી શકે છે. વાત જાણે એમ છે કે રિસર્ચર્સની એક ટીમે એવો દાવો કર્યો છે કે ચીનના વુહાનમાં હજુ પણ અનેક પ્રકારના નવા અને વધુ ખતરનાક કોરોના વાયરસ રહેલા છે. વૈજ્ઞાનિકોએ આ દાવો વુહાન અને ચીનના અન્ય શહેરોના કૃષિ પ્રયોગશાળામાંથી મળેલા ચોખા અને કપાસના જેનેટિક ડેટાના આધારે કર્યો છે.
દુનિયા વધુ એક મુસીબત તરફ
એકબાજુ લોકો કોરોનાના કેરથી પરેશાન છે ત્યારે આવામાં જો વૈજ્ઞાનિકોનો આ દાવો સાચો ઠરે તો ચીન તરફથી દુનિયાને વધુ એક મુસીબત મળી શકે છે. આ વાયરસ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે કૃષિ પ્રયોગશાળાઓમાં મેડિકલ રિસર્ચ સેન્ટર કે વાયરોલોજી લેબની જેમ મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોતી છે.
ચીનમાં અનેક વાયરસ છે
આ શોધને ArXiv નામના પ્રિપ્રિન્ટ સર્વરમાં પ્રકાશિત કરાયો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચીનના વુહાન અને અન્ય શહેરોની કૃષિ પ્રયોગશાળાઓમાં માણસોને નુકસાન પહોંચાડનારા અનેક વાયરસ રહેલા છે. જો તેને હજુ પણ સુરક્ષિત રીતે કંટ્રોલ કરવામાં ન આવ્યા તો દુનિયા માટે મોટી મુસીબત પેદા થઈ શકે છે.
Genetic data from an agricultural lab seemed to contain entirely new coronaviruses.https://t.co/iABD1wIDUn
— Futurism (@futurism) April 7, 2021
ચોખા અને કપાસના જેનેટિક સિક્વેન્સ
ArXiv પર પ્રકાશિત થયેલો આ રિપોર્ટને ભલે હજુ કોઈ એકેડેમિક જર્નલ કે કોઈ એક્સપર્ટે માન્યતા ન આપી હોય પરંતુ આ અભ્યાસ ચોંકાવનારો જરૂર છે. વૈજ્ઞાનિકોએ કૃષિ પ્રયોગશાળાઓમાં રહેલા ચોખા અને કપાસના જેનેટિક સિક્વેન્સિના વર્ષ 2017થી 2020 વચ્ચેનો ડેટા લીધો છે. અહીં નવા વાયરસ ઢગલે ઢગલા છે જે MERS અને SARS સંબંધિત છે એ અંગેનો આ ડેટા છે.
ચીની સરકારે ઈન્કાર કર્યો
ચોંકાવનારી વાત એ છે કે આ તમામ જેનેટિક ડેટા વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાંથી કાઢવામાં આવ્યો હતો. જેને લઈને હજુ પણ દુનિયાને શક છે કે આ જ લેબથી કોરોના વાયરસ કોવિડ-19 મહામારી ભૂલથી ફેલાઈ ગઈ. જો કે ચીનની સરકાર સતત તે અંગે ના પાડી રહી ચે. આમ છતાં દુનિયાભરના વૈત્રાનિકોને આ લેબ પર તો હજુ પણ પાક્કો શક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે