નવાઝ શરીફઃ જીવન-મૃત્યુ વચ્ચેનો અંતિમ જંગ, ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા, દુઆઓનો દોર

બીજી તરફ પાકિસ્તાનના પારિવારિક સુત્રએ ડોન ન્યૂઝને જણાવ્યું કે, "નવાઝ શરીફ આખરે લંડન જવા માટે તૈયાર થઈ ગયા છે. કેમ કે પાકિસ્તાનના ડોક્ટરોએ કહ્યું છે કે, તેઓ તમામ પ્રયાસ કરી ચૂક્યા છે અને હવે વિદેશ જવું જ એકમાત્ર વિકલ્પ છે."
 
નવાઝ શરીફઃ જીવન-મૃત્યુ વચ્ચેનો અંતિમ જંગ, ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા, દુઆઓનો દોર

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત અત્યંત નાજુક થઈ ગઈ છે. તેમના પ્લેટલેટ્સ ઘટીને 24,000 પર આવી ગયા છે અને પાકિસ્તાનના ડોક્ટરોએ હવે હાથ ઊંચા કરી લીધા છે. જેના કારણે નવાઝ શરીફની તબિયતમાં સુધારા માટે દેશભરમાં દુઆઓનો દોર શરૂ થયો છે. 

બીજી તરફ પાકિસ્તાનના પારિવારિક સુત્રએ ડોન ન્યૂઝને જણાવ્યું કે, "નવાઝ શરીફ આખરે લંડન જવા માટે તૈયાર થઈ ગયા છે. કેમ કે પાકિસ્તાનના ડોક્ટરોએ કહ્યું છે કે, તેઓ તમામ પ્રયાસ કરી ચૂક્યા છે અને હવે વિદેશ જવું જ એકમાત્ર વિકલ્પ છે."

સૂત્રે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ દ્વારા ઈમરાન ખાન સરકારને નવાઝ શરીફની વિદેશ યાત્રા માટે ડોક્ટરોએ આપેલી સલાહથી માહિતગાર કરાયા છે. ડોક્ટરોની સલાહ અનુસાર શરીફનું નામ એક્ઝીટ કન્ટ્રોલ લિસ્ટ(ECL)માંથી દૂર કરવા માટે ઈમરાન સરકારને વિનંતી કરાઈ છે, જેથી તેઓ દેશની બહાર જઈ શકે. 

પારિવારિક સુત્રએ કહ્યું કે, જો ECLમાંથી નવાઝનું નામ દૂર કરી દેવાયું તો શરીફ આ સપ્તાહે જ લંડન માટે રવાના થઈ શકે છે. જોકે ડોક્ટરોના જણાવ્યા અનુસાર હવાઈ યાત્રા માટે એક દર્દીમાં ઓછામાં ઓછા 50,000 પ્લેટલેટ્સ હોવી અનિવાર્ય છે. હાલ નવાઝની પ્લેટલેટ્સ 24,000 છે, આથી તેમની પ્લેટલેટ્સ વધારવા માટે ડોક્ટરો વધારાના ડોઝ આપી શકે છે. 

સર્વિસિસ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસના પ્રિન્સિપલ પ્રોફેસર મહેમુદ અયાઝના નેતૃત્વવાળા બોર્ડે નવાઝ શરીફના શરીરમાં પેદા થયેલી જટીલતાઓને ધ્યાનમાં રાખીને તેમનો ઈલાજ વિદેશમાં કરાવાની ભલામણ કરી છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news