પીએમ મોદીની અપીલઃ અયોધ્યા કેસ ચૂકાદો કોઈની હાર-જીતનો નહીં હોય, શાંતિ જાળવી રાખશો
વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરતા જણાવ્યું કે, "અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો જે કોઈ ચુકાદો આવશે તે કોઈની હાર-જીતનો નહીં હોય. દેશવાસીઓને મારી અપીલ છે કે, આપણા સૌની એ પ્રાથમિક્તા રહે કે આ ચૂકાદો દેશની શાંતિ, એક્તા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ શક્તિ આપે."
Trending Photos
નવી દિલ્હીઃ દેશની સુપ્રીમ કોર્ટ અયોધ્યા જમીન વિવાદ પર શનિવારે પોતાનો ઐતિહાસિક ચૂકાદો આપવાની છે. કોર્ટની વેબસાઈટ પર એક નોટિસના માધ્યમથી શુક્રવારે મોડી સાંજે આ માહિતી આપવામાં આવી હતી. તેના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પછી એક એમ ત્રણ ટ્વીટ દ્વારા દેશના લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.
વડાપ્રધાન મોદીએ લખ્યું કે, "અયોધ્યા મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે. છેલ્લા કેટલાક મહિનાથી સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી હતી અને સમગ્ર દેશ ઉત્સુક્તાથી જોઈ રહ્યો હતો. આ દરમિયાન સમાજના તમામ વર્ગોએ તરફથી સદભાવનું વાતવરણ જાળવી રાખવા માટે કરાયેલા પ્રયાસ અત્યંત પ્રશંસનીય છે."
વડાપ્રધાને વધુમાં લખ્યું કે, "દેશની ન્યાયપાલિકાનું માન-સન્માન સર્વોપરિ રાખીને સમાજના તમામ ફક્ષો, સામાજિક-સાંસ્કૃતિ સંગઠનો, તમામ પક્ષકારોએએ છેલ્લા કેટલાક દિવસથી સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વતાવરણ જાણવા રાખવા માટે જે પ્રયાસ કર્યા છે તે સ્વાગત યોગ્ય છે. કોર્ટેના ચૂકાદા પછી પણ આપણે સૌએ આવો જ સોહાર્દ જાળવી રાખવાનો છે."
વડાપ્રધાને ત્રીજી ટ્વીટમાં દેશવાસીઓને અપીલ કરતા જણાવ્યું કે, "અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો જે કોઈ ચુકાદો આવશે તે કોઈની હાર-જીતનો નહીં હોય. દેશવાસીઓને મારી અપીલ છે કે, આપણા સૌની એ પ્રાથમિક્તા રહે કે આ ચૂકાદો દેશની શાંતિ, એક્તા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ શક્તિ આપે."
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી બંધારણીય બેન્ચ દ્વારા 6 ઓગસ્ટ, 2019ના રોજ આ કેસમાં રોજે-રોજની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી 16 ઓક્ટોબર, 2019ના રોજ પુરી થી હતી. સુપ્રીમ કોર્ટમાં સળંગ 40 દિવસ સુધી રોજે-રોજ સુનાવણી પછી ચૂકાદો અનામત રાખવામાં આવ્યો હતો. બંધારણીય બેન્ચમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ન્યાયાધિશ એસ.એસ. બોબડે, ન્યાયાધિશ અશોક ભૂષણ, ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધિશ એસ.એ. નઝીરનો સમાવેશ થાય છે.
ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 16મી સદીમાં બાંધવામાં આવેલી બાબરી મસ્જિદનું માળખું 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડી પાડવામાં આવ્યું હતું.
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે