Ayodhya Case : ઉત્તર પ્રદેશમાં તમામ સ્કૂલ-કોલેજ સોમવાર સુધી રહેશે બંધ

આ અગાઉ, આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે કાયદો-વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરી હતી. મુખ્ય ન્યાયાધિશે ડીજીપી અને મુખ્ય સચિવને સુરક્ષા મુદ્દે વધારાની જરૂરિયાતો અંગે પુછ્યું હતું. 

Ayodhya Case : ઉત્તર પ્રદેશમાં તમામ સ્કૂલ-કોલેજ સોમવાર સુધી રહેશે બંધ

લખનઉઃ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ આવતીકાલે સવારે 10.30 કલાકે પોતાનો ચૂકાદો સંભળાવશે. અયોધ્યા કેસની 40 દિવસ સુધી નિયમિત સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની તમામ સ્કૂલ કોલેજ સોમવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. 

આ અગાઉ, આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે કાયદો-વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરી હતી. મુખ્ય ન્યાયાધિશે ડીજીપી અને મુખ્ય સચિવને સુરક્ષા મુદ્દે વધારાની જરૂરિયાતો અંગે પુછ્યું હતું. 

આ દરમિયાન કેન્દ્ર સરકારે અયોધ્યામાં વધારાના 4000 સુરક્ષા દળોની ટુકડીઓ મોકલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશ સહિત દેશનાં તમામ રાજ્યોને અયોધ્યા ચૂકાદાને ધ્યાનમાં રાખીને તમામ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું છે. 

ઉત્તર પ્રદેશમાં 18 નવેમ્બર સુધી અર્ધસૈનિક દળોની ટૂકડીઓ તૈનાત રહેશે. 12 સંવેદનશીલ જિલ્લામાં RAFની વધારાની 10 કંપનીઓ તૈનાત કરાશે. અયોધ્યામાં ડ્રોન કેમેરાથી સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેરના તમામ મંદિર અને ધર્મશાળાઓને ખાલી કરાવી દેવાઈ છે. આ ઉપરાંત, શહેરમાં જુદા-જુદા સ્થળોએ 10 અસ્થાયી જેલ પણ બનાવાઈ છે, જેથી ચૂકાદાને ધ્યાનમાં રાખીને જો કોઈ ભીડ અયોધ્યા તરફ આગળ વધવા માગે તો તેને રોકી શકાય. આ સાથે જ લખનઉ મહોત્સવની તારીખ પણ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધી વધારી દેવાઈ છે. 

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસના ચૂકાદના પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શાંતિ અને સોહાર્દ જાળવી રાખવા માટે અપીલ કરી છે. વડાપ્રધાને જણાવ્યું છે કે, ચુકાદો કોઈ પણ આવે દરેક ધર્મ સંપ્રદાયે તેને માથે ચડાવવો જોઈએ. દેશની શાંતિ-સુરક્ષામાં કોઈ મુશ્કેલી ન આવે તેનું સૌએ ધ્યાન રાખવાનું છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news