NASA એ 6 વર્ષમાં 174 કરોડ રૂપિયામાં બનાવ્યું અનોખું ટોયલેટ, જાણો શું છે ખાસ

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA)એ મહિલાઓ માટે યૂનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (Universal Waste Management System)નામે એક ટોયલેટ બનાવ્યું છે. જેની કિંમત લગભગ 23 મિલિયન ડોલર્સ છે.

NASA એ 6 વર્ષમાં 174 કરોડ રૂપિયામાં બનાવ્યું અનોખું ટોયલેટ, જાણો શું છે ખાસ

નવી દિલ્હી: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA)એ મહિલાઓ માટે યૂનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (Universal Waste Management System)નામે એક ટોયલેટ બનાવ્યું છે. જેની કિંમત લગભગ 23 મિલિયન ડોલર્સ છે. ભારતીય મુદ્રામાં વાત કરીએ તો કિંમત લગભગ 174 કરોડ રૂપિયા છે.  

નાસાને આ ટોયલેટને બનાવવામાં લગભગ 6 વર્ષ લાગ્યા છે અને તેને સપ્ટેમબર સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવાની તૈયારે છે. જોકે ગત વર્ષોમાં મહિલા એસ્ટ્રોનોઇટ્સના સ્પેસ સ્ટેશન પર અવર-જવર વધી ગઇ હતી. જૂના ટોયલેટના કારને મહિલા એસ્ટ્રોનોટ્સને સમસ્યા આવી રહી હતી. એવામાં નાસાએ રિસર્ચ કરીને એક ખાસ ટોયલેટ બનાવ્યું છે, જેને મહિલા અને પુરૂષો બંને ઉપયોગ કરી શકે છે.  

તમને જણાવી દઇએ કે નાસામાં અત્યાર સુધી જે ટોયલેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, તેને માઇક્રોગ્રેવિટી ટોયલેટ કહે છે. આ મળને રિસાઇકલ કરી દે છે. પરંતુ ખાસ ટેક્નિકથી બનેલ ટોયલેટમાં ફનલ ફંકશન સિસ્ટમ હશે. જેથી એસ્ટ્રોનોટ્સ તેનો ઉપયોગ સારી રીતે કરી શકે. 

નવા ટોયલેટ જૂના ટોયલેટની તુલનામાં વજનમાં ઓછા અને ઓછા ઘેરાવાવાળા છે. તેમાં યૂરિન ટ્રીટમેન્ટની સુવિધા છે અને ટોયલેટમાં બેસતી વખતે અંતરિક્ષ યાત્રીઓના પગ ફસાવવા માટે પણ જગ્યા હશે. જાણકારી અનુસાર સ્પેસ સ્ટેશન બાદ રોકેટ અથવા સ્પેસક્રાફ્ટમાં પણ તે ટોયલેટનો ઉપયોગ કરી શકાય છે. જેને નાસા 2024માં મૂન મિશન અર્ટેમિસમાં મોકલશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news