દ્વારકામાં ભગવાન દ્વારકાધીશે ચાંદી અને તુલસીથી બનેલા રથમાં બેસી મંદિરમાં ચાર પરિક્રમા કરી
દ્વારકાધીશ મંદિરના વારાદાર પૂજારીના જણાવ્યાનુસાર આજે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
Trending Photos
રાજુ રૂપારેલિયા/દેવભૂમિ દ્વારકાઃ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે રથમાં નગરચર્યાએ નીકળે છે. પરંતુ આ વર્ષે અષાઢી બીજે રાજ્યાના વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથજીને મંદિરની પરિક્રમાં કરાવવામાં આવી હતી. દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશને ચાંદી અને તુલસીના લાકડામાંથી બનાવેલા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને મંદિરની ચાર પરિક્રમા કરાવવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરના વારાદાર પૂજારીના જણાવ્યાનુસાર આજે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના 4.30થી 5.30 સુધી ભગવાન દ્વારકાધીશના ચલીત સ્વરૂપને ચાંદી તથા તુલસીના લાકડામાંથી બનેલા પૌરાણિક રથમાં બિરાજમાન કરી ઢોલ નગારા અને શાસ્ત્રોક્ત વિધી સાથે મંદિરની ચાર પરિક્રમા કરાવવામાં આવી હતી.
માન્યતા મુજબ પુજારી પરિવાર દ્વારા પરિક્રમા સાથે રથને એક સ્તંભ સાથે અથડાવવામાં આવે છે, અને એવુ માનવામાં આવે છે કે જેટલા જોરથી અથડાવવામા આવે તેટલા જોરથી વરસાદ આવે છે. આથી સારો વરસાદ પડે તે આશાએ રથને અથડાવીને વરસાદના શુભ સંકેતો મેળવવામાં આવે છે. આજના દિવસે ભગવાનને 4 ભોગ તથા 4 આરતી કરવામાં આવી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે