UAE: દુબઈની ગૂમ થયેલી Princess Latifa બંધક છે? ટોઈલેટમાં VIDEO બનાવીને કરી આ વાત

વર્ષ 2018માં ગૂમ થયેલી દુબઈ (Dubai) ના શક્તિશાળી શાસકની પુત્રી શહજાદી શેખ લતીફા બિન્ત મોહમ્મદ અલ મખ્તૂમ  (Latifa bint Mohammed Al Maktoum)નો એક નવો વીડિયો સામે આવ્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ સામે આવેલા આ વીડિયોને દુબઈની શહજાદીએ ટોઈલેટમાં બનાવ્યો છે. 
UAE: દુબઈની ગૂમ થયેલી Princess Latifa બંધક છે? ટોઈલેટમાં VIDEO બનાવીને કરી આ વાત

દુબઈ: વર્ષ 2018માં ગૂમ થયેલી દુબઈ (Dubai) ના શક્તિશાળી શાસકની પુત્રી શહજાદી શેખ લતીફા બિન્ત મોહમ્મદ અલ મખ્તૂમ  (Latifa bint Mohammed Al Maktoum)નો એક નવો વીડિયો સામે આવ્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ સામે આવેલા આ વીડિયોને દુબઈની શહજાદીએ ટોઈલેટમાં બનાવ્યો છે. 

વીડિયો (Video) માં તે કહેતી જોવા મળી રહી છે કે તેને બંધક બનાવીને રખાઈ છે. શહજાદીએ એમ પણ કહ્યું કે આ સ્થિતિમાં તે જીવતી રહી શકશે કે નહીં તે પણ તેને ખબર નથી. 

જેલ વિલાના ટોઈલેટમાં રેકોર્ડ કર્યો વીડિયો
વીડિયોમાં શેખ લતીફા બિન્ત મોહમ્મદ અલ મખ્તૂમ એક જેલ વિલામાં જોવા મળી રહી છે. એવું મનાઈ રહ્યું છે કે તે સંયુક્ત આરબ અમીરાતના શહેરમાં છે. 

શેખ લતીફાએ એક વીડિયોમાં કહ્યું કે 'હું એક બંધક છું, આ વિલાને જેલમાં ફેરવાઈ દેવાયો છે. હું તાજી હવા માટે બહાર પણ જઈ શકતી નથી.'

વર્ષ 2018માં દેશ છોડીને ભાગવાની કરી હતી કોશિશ
વર્ષ 2018માં શેખ લતીફા દેશ છોડીને ભાગવાની કોશિશ કરી રહી હતી અને ત્યારે તે બોટમાંથી પકડાઈ હતી. શહજાદીના પિતા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તૂમ દુબઈના પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ પણ છે. શેખ લતીફા એક મિત્ર અને એક પૂર્વ ફ્રાન્સીસી જાસૂસની મદદથી બોટ દ્વારા ભાગી હતી. પરંતુ ત્યારબાદ તેને ભારતના તટ પાસેથી ફરી પકડી લેવાઈ હતી. 

'મારી સુરક્ષા અને જિંદગી અંગે ચિંતિત છું'
મીડિયા રિપોર્ટ્સ મુજબ શેખ લતીફાએ વિલાના એક ટોઈલેટમાં આ વીડિયો ફોન પર રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં તે કહે છે કે 'હું નથી જાણતી કે હું ક્યારે છૂટી શકીશ અને જ્યારે હું છૂટીશ તું સ્થિતિ શું હશે. દરરોજ હું મારી સુરક્ષા અને જિંદગી અંગે ચિંતિત છું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news