સંતરાના બીજ માં રહેલા છે અનેક ગુણો, શરીર માટે છે ખુબ જ ઉપયોગી

સંતરાના બીજ ની અંદર વિટામીન્સ, એન્ટિઓક્સિડંટ તત્વ રહેલા હોય છે તે શરીરમાં શક્તિ વધારવાની સાથે રોગ સામે લાગવાની શક્તિ પણ વધારે છે. જ્યારે પણ તમે સંતરાનું જ્યુસ પીવો તેની અંદર તેના બી પણ મિક્સ કરીને પીવા જોઈએ. સંતરાના બી શરીરમાં ઉર્જા વધારવાનું કાર્ય પણ કરે છે.

સંતરાના બીજ માં રહેલા છે અનેક ગુણો, શરીર માટે છે ખુબ જ ઉપયોગી

ઝી બ્યૂરો, અમદાવાદઃ સંતરાનો સ્વાદ બધા જ લોકોને પસંદ હોય છે અને તેનાથી થતાં ફાયદા પણ બધાજ  લોકોને ખબર હોય છે. આજે આપણે સંતરાની અંદર રહેલા બીજ વિશે વાત કરીશું જેની માહિતી ખુબ જ ઓછા લોકો પાસે હોય છે. સંતરાના સેવન પછી લોકો તેના બી કાઢી ફેકી દેતા હોય છે પણ આજે તે બી ના એવા ફાયદા કહીશું કે લોકો બીજ ફેકતા પહેલા એક વાર જરૂર વિચાર કરશે.

સંતરાના બી ના ફાયદા જાણીશું
1- સંતરાના બી વાળ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. સંતરાના બી વિટામિન Cથી ભરપૂર હોય છે જેથી વાળ માટે વધારે ફાયદાકારક રહે છે. સંતરાના બી ની મદદથી તમે તેનું તેલ પણ બનાવી શકો છો અને તેના ઉપયોગથી વાળમાં કુદરતી કંડિશનર મળી રહે છે. તે બીજ લોહીનું પ્રમાણ વધારે છે જેનાથી વાળને પૂરતું પોષણ મળી રહે છે અને વાળ મજબૂત બનાવે છે.

2- બ્લડપ્રેશર વાળા વ્યક્તિઓને આ બી વધારે ફાયદાવાળા રહે છે. આ બી ના સેવનથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. સંતરાના બી વિટામિન B6 થી ભરપૂર હોય છે અને મેગ્નેશિયમ પણ વધારે માત્રામાં રહેલું હોય છે જેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવામા મદદ કરે છે. 

3-રોગ સામે લડવાની શક્તિ એટલે કે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે પણ સંતરાના બી ખુબજ ઉપયોગી સાબિત થાય છે. સંતરાના બી માં એન્ટિઓકસીડની ભરપૂર માત્રા રહેલું હોય છે. તેથી તેનું સેવન કરવાથી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે જેથી નાના-મોટા રોગ સામે શરીર અંદરથી લડી શકે. અંદર રહેલું વિટામિન C ઇમ્યુનિટીને વધારવાનું કાર્ય કરે છે

4-સંતરાના બીજ પાચનશક્તિ વધારીને ભોજન તમે સારું લઇ શકો તે માટે તમારા શરીરમાં ફેરફાર કરે છે. સંતરાના બીજના સેવનથી પાચનશક્તિ સ્ટ્રોંગ બને છે. જેથી તમે જમેલો ખોરાક આસાનીથી પાચન કરવામાં મદદરૂપ થાય છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news