Miss Universe Indonesia: 6 કન્ટેસ્ટન્ટે લગાવ્યો શારીરિક શોષણનો આરોપ, કહ્યું- 20 લોકો સામે ટોપલેસ કર્યા

29 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયા કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. બ્યુટી પેજન્ટમાં ભાગ લેનારી 6 છોકરીઓનો આરોપ છે કે સ્પર્ધા દરમિયાન તેમને અલગ રૂમમાં લઈ જવામાં આવી અને પછી ટોપલેસ થવાનું કહેવાયું.

Miss Universe Indonesia: 6 કન્ટેસ્ટન્ટે લગાવ્યો શારીરિક શોષણનો આરોપ, કહ્યું- 20 લોકો સામે ટોપલેસ કર્યા

આ વર્ષે થયેલી મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયા સ્પર્ધા અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેનારી 6 યુવતીઓએ આયોજકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. સ્પર્ધકોએ આયોજકો વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદ કરતા કેસ દાખલ કર્યો છે. 

આયોજકો પર આરોપ
29 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. બ્યુટી પેજન્ટમાં ભાગ લેનારી 6 યુવતીઓએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કોમ્પિટિશન દરમિયાન તેમને અલગ રૂમમાં લઈ જવાયા હતા. ત્યારબાદ ત્યાં 20 લોકોની સામે તેમને ટોપલેસ થવાનું કહેવાયું. ત્યાં તેમના ફોટા પાડવામાં આવ્યા અને પછી વીડિયો પણ બનાવવામાં આવ્યો. 

તમામ 6 પીડિત યુવતીઓએ પોલીસ અને ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પાસે જઈને આ મામલે ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટ્સ મુજબ પોલીસને આ મામલા સંલગ્ન કેટલાક મહત્વના પુરાવા પણ મળ્યા છે. તેના લીધે ઝડપથી તપાસમાં લાગી છે. ઈન્ડોનેશિયન મીડિયાના રિપોર્ટ મુજબ બ્યુટી પેજન્ટમાં ભાગ લેનારી યુવતીઓનું કહેવું છે કે ઓર્ગેનાઈઝર્સે ફિઝિકલ એક્ઝામિનેશનનું બહાનું કાઢતા તેમને ટોપલેસ થવાનું કહ્યું. સ્પર્ધકોને કહેવાયું કે ટોપલેસ થઈને તેમણે પોતાની સુંદરતા  ચેક કરાવવી પડશે. રૂમમાં હાજર 20 લોકોમાં મોટાભાગના પુરુષો હતા. પાંચ છોકરીઓને એક જ વારમાં ટોપલેસ થવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. 

આ હડકંપ મચાવતા સમાચાર સામે આવ્યા બાદ ન્યૂઝ એજન્સી રોયટર્સે જ્યારે ઈવેન્ટના આયોજકો સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમણે આ મુદ્દે કઈ પણ કહેવાની ના પાડી દીધી. ઈન્ડોનેશિયામાં થયેલી બ્યુટી પેજન્ટનું પીટી કેપેલા  કર્યાએ આયોજન કર્યું હતું. કંપનીના ફાઉન્ડરનું નામ પોપી કેપેલા છે. જે આ મામલે ચૂપ્પી સાંધીને બેઠા છે. જ્યારે કંપનીના પ્રવક્તાએ પણ કઈ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. બીજી બાજુ મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન તરફથી પણ કશું કહેવાયું નથી. જો કે તેમના તરફથી આ મામલે તપાસ શરૂ કરી  દેવાઈ છે. 

અત્રે જણાવવાનું કે ઈન્ડોનેશિયા સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. જ્યાં અનેક ધાર્મિક સંગઠન બ્યુટી સ્પર્ધાઓનો વિરોધ કરતા આવ્યા છે. આ વર્ષ મુથિયા રેચમને મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો. રેચમન મિસ યુનિવર્સ 2023માં ઈન્ડોનેશિયાનું પ્રતિનિધિત્વ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news