Myanmar માં હવે મીડિયા પર હુમલો, સૈન્ય શાસને પાંચ કંપનીઓના લાયસન્સ રદ્દ કર્યા
મ્યાનમારમાં 1 ફેબ્રુઆરીએ થયેલા સૈન્ય તખ્તાપલટ વિરુદ્ધ દેશના રસ્તાઓ પર પ્રદર્શન ચાલી રહ્યાં છે. સેના અને પોલીસ પ્રદર્શનકારીઓને રોકવા માટે બળપ્રયોગ કરી રહ્યાં છે.
Trending Photos
યંગૂનઃ મ્યાનમારમાં હવે મીડિયા કંપનીઓ પણ સેના (Army) ના નિશાના પર આવી ગઈ છે. સૈન્ત તખ્તાપલટ વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને કવર કરવા પર પાંચ મીડિયા કંપનીઓના લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યા છે. અનેક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે પ્રદર્શનકારીઓ પર પોલીસ ફાયરિંગમાં અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે.
પાંચ સ્વતંત્ર મીડિયા કંપનીઓના લાયસન્સ રદ્દ
તેમ છતાં આ દક્ષિણ પૂર્વી એશિયન દેશમાં વિરોધ પ્રદર્શનો બંધ થઈ રહ્યાં નથી. વોયસ ઓફ અમેરિકાના સમાચાર પ્રમાણે મ્યાનમારની સૈન્ય પરિષદે સોમવારે પાંચ સ્વતંત્ર મીડિયા કંપનીઓના લાયસન્સ રદ્દ કરવાની જાહેરાત કરી. જે મીડિયા કંપનીઓના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા તેમાં મ્યાનમાર નાઉ, ખિટ થિટ મીડિયા, ડેમોક્રેટિક વોઇસ ઓફ બર્મા, મિજિમા અને સેવન ડે સામેલ છે. મ્યાનમાર નાઉની ઓફિસમાં દરોડાના પણ સમાચાર છે. મિજિમાના એડિટર ઇન ચીફ સોયે મિંટે લાયસન્સ રદ્દ કરવાની નિંદા કરતા કહ્યું કે, સૈન્ય તખ્તાપલટ વિરુદ્ધ સંઘર્ષ જારી રહેશે.
વિરોધ પ્રદર્શન કરી રહેલા 50 લોકોની ધરપકડ
વિરોધ પ્રદર્શનોને કચડવા માટે સુરક્ષા દળો કાર્યવાહી કરી રહ્યાં છે. આ કવાયતમાં દક્ષિણ મ્યાનમારના મએક શહેરમાં મંગળવારે આશરે 50 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લેવામાં આવી. એક ટ્વિટર યૂઝરે જણાવ્યુ કે, પ્રદર્શન કરી રહેલા લોકો પર રબરની ગોળીઓ વરસાવવામાં આવી. તો મ્યાનમારના સૌથી મોટા શહેરમાં પ્રદર્શનકારીઓ સોમવારે રાત્રે કર્ફ્યૂ તોડી સામૂહિક વિરોધ પ્રદર્શન માટે બહાર નિકળી ગયા હતા. પ્રદર્શનકારી સુરક્ષા દળે દ્વારા કેસ કરાયેલા 200 વિદ્યાર્થીઓને છોડવાની માંગ કરી રહ્યાં હતા. વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને પાછલા મહિને સૈન્ય કબજા વિરુદ્ધ દેશભરમાં અનેક વિરોધ પ્રદર્શન કર્યા, જેમાં આંગ સાન સૂની ચૂંટાયેલી સરકારને સમાપ્ત કરી અનેક નેતાઓની ધરપકડ કરી હતી.
1 ફેબ્રુઆરીએ થયેલા સૈન્ય તખ્તાપટલ વિરુદ્દ પ્રદર્શન જારી
મહત્વનું છે કે મ્યાનમારમાં 1 ફેબ્રુઆરીએ થયેલા સૈન્ય તખ્તાપલટ વિરુદ્ધ દેશના રસ્તાઓ પર પ્રદર્શન ચાલી રહ્યાં છે. સેના અને પોલીસ પ્રદર્શનકારીઓને રોકવા માટે બળપ્રયોગ કરી રહ્યાં છે. રસ્તા પર રહેલા લોકો પર સીધો ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 67 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે