યુવતીએ સન્માન માટે નોકરીને લાત મારી, સોશિયલ મીડિયા પર જણાવી હકિકત
ઓલિવિયાએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, હું ઇન્ટરવ્યૂ માટે રૂમમાં પહોંચી અને ક્રેગ ઘણા સમય સુધી હેલ્લો કરવા ઉભા ન થયા હતા. તેઓ ફોન પર વ્યસ્ત હતા. તેમણે મને કહ્યું કે તેઓ સ્પોટિફાય ચેક કરી રહ્યાં છે.
Trending Photos
જીંદગી જીવવા માટે શું મહત્વ રાખે છે, સન્માન કે પૈસા? મેનચેસ્ટરમાં એક 22 વર્ષની છોકરી ઓલિવિયા બ્લેંડએ પણ પૈસાથી આગળ સન્માનને રાખ્યું છે. તેણે એક સારી એવી નોકરીને એટલા માટે લાત મારી કે ઇન્ટરવ્યૂ દરમિયાન ઇન્ટરવ્યૂ લેનારે તેની સારૂ વર્તન કર્યું ન હતું.
2 કલાક ચાલ્યું હતું ઇન્ટરવ્યૂ
ઓલિવિયા એક ટ્રાવેલ સોફ્ટવેર કંપની વેબ એપ્લિકેન્શસમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઇ હતી. લગભગ 2 કલાકના ઇન્ટરવ્યૂ બાદ તેને નોકરી મળી પણ ગઇ હતી. પરંતુ ઓલિવિયાએ ના તો માત્ર જાબ સ્વીકારવાનો ઇનકાર કર્યો પરંતુ તે કંપનીના સીઇઓ ક્રેગ ડીનને સોશિયલ મીડિયા પર ઠપકો પણ આપ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘મને વેબ એપ્લિકેશન્સમાં નોકરી ઓફર કરવામાં આવી હતી, પરંતુ ઇન્ટરવ્યૂમાં 2 કલાકનો ત્રાસ સહન કર્યા બાદ મેં તે ઓફર સ્વીકારી ન હતી. તેમણે તે દરમિયાન મને મારી રાઇટિંગ સ્કિલ્સ વિશે ઘણું સંભળાવ્યું હતું.’
‘તેઓએ ચેક કરી હતી મારી પ્લેલિસ્ટ’
ઓલિવિયાએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, હું ઇન્ટરવ્યૂ માટે રૂમમાં પહોંચી અને ક્રેગ ઘણા સમય સુધી હેલ્લો કરવા ઉભા ન થયા હતા. તેઓ ફોન પર વ્યસ્ત હતા. તેમણે મને કહ્યું કે તેઓ સ્પોટિફાય ચેક કરી રહ્યાં છે. તેમણે ઘણા બેંડના નામ લીધા, ‘ધ 1975’નું નામ પણ લીધુ જેના પર મેં કહ્યું કે તેઓઓ મેનચેસ્ટમાં પાછલા અઠવાડીએ હતા. પરંતુ હું તેમની મોટી ફેન નથી. તેના પર સીઇઓ ક્રેગે કહ્યું કે જો તે તારી પ્લેલિસ્ટમાં છે તો તારે ફેન હોવું જોઇએ. ઓલિવિયાએ કહ્યું કે, ત્યારે તેને અનુભવ થયો કે ક્રેગ સ્પોટિફાયની જગ્યાએ તેમની પ્લેલિસ્ટ ચેક કરી રહ્યાં હતા. આ ઘણી વિચિત્ર વાત હતી.
પૂછ્યા વિચિત્ર સવાલ, જણાવ્યું અંડર અચીવર
ઓલિવિયાના જણાવ્યા અનુસાર, ઇન્ટરવ્યૂ દરમિયાન ક્રેગે તેમના કેટલાક વિચિત્ર સવાલ પણ પૂછ્યા હતા. જેમ કે, શું તારા પેરેન્ટસ હજુ પણ સાથે રહે છે? એટલું જ નહીં, સીવી જોઇને ક્રેગે ઓલિવિયાને અંડર અચીવર પણ જાહેર કરી હતી. ઓલિવિયાએ કહ્યું કે, મેં ઘણા સમય સુધી સીઇઓની દરેક વાતને સકારાત્મક ટીકા તરીકે લેવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ પછી રિટન ટેસ્ટની કોપી પર ક્રેગે જે કહ્યું તેનાથી ઓલિવિયાને ઘણો આઘાત લાગ્યો હતો.
Yesterday morning I had a job interview for a position at a company called Web Applications UK. After a brutal 2 hour interview, in which the CEO Craig Dean tore both me and my writing to shreds (and called me an underachiever), I was offered the job. This was my response today. pic.twitter.com/gijDpsEVHY
— olivia (@oliviaabland) January 29, 2019
બીજી છોકરીઓને પણ બોલાવી રૂમમાં
ઓલિવિયાએ લખ્યું હતું કે, ‘તેમણે મને કહ્યું કે તારી 45 મીનિટની આ રાઇટિંગથી વધારે મને પોતાની કહેલી વાતો સારી લાગી રહી છે. ત્યારબાદ ક્રેગે રૂમમાં અન્ય બે છોકરીઓને બોલાવી હતી. તેમણે કોઇ સવાલ પૂછવામાં આવી રહ્યો ન હતો માત્ર એવું લાગી રહ્યું હતું કે મને અપમાનિત કરવા માટે બોલાવવામાં આવી છે.’
કહ્યું- હું તારા પર દયા કરી રહ્યો છું
ઇન્ટરવ્યૂના અંતમાં સીઇઓએ ઓલિવિયાને કહ્યું કે તેઓ આ ઇન્ટરવ્યૂ અને વાતચીતને પ્રોફેશનલ સમજીને તેના સુધી જ રાખે, તેમણે એ પણ કહ્યું કે, હું ઘણો એરોગેન્ટ લાગી રહ્યો હોઇશ, પરંતુ તને તારા વિશે જણાવી હું તારા પર દયા કરી રહ્યો છું.’ દેખીતી રીતે ઇન્ટરવ્યૂથી બહાર આવતા જ ઓલિવિયાની આંખોમાં આંસૂ હતા. પરંતુ તે ત્યારે આશ્ચર્યચકિત થઇ ગઇ જ્યારે કંપનીથી નોકરીની ઓફર આવી હતી. ઓલિવિયાએ પહેલા તો મૌખિક રીતે નોકરી માટે હાં કરી હતી, પરંતુ બીજા દિવસે જ ઓલિવિયાએ અનુભવ્યુ કે જોબ ઓફર સ્વીકારવી તેના જીવનની સૌથી મોટી ભૂલ હશે.
એબ્યૂસિવ રિલેશનમાં રહી ચુકી છે ઓલિવિયા
ઓલિવિયા તેના વિશે લખે છે કે, એક એબ્યૂસિવ રિલેશનશિપમાં રહ્યાં બાદ તે સાઉથ કોસ્ટથી મેનચેસ્ટર આવી ગઇ હતી. તેણે કહ્યું કે, ‘હું પહેલા પણ પોતાના જીવનમાં ઘણું બધુ જોઇ ચુકી છું અને પ્રોફેશનલ લેવલ પર આજ વસ્તુઓથી પસાર થવા ઇચ્છતી નથી. મને લાગ્યું કે કદાચ મારું સત્ય જણાવવાથી કંપનીને કંઇક અહેસાસ થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે