Girl Likes to Date Older Men: 25 વર્ષની આ રૂપસુંદરીને તેની ઉંમરના યુવકો નહીં પરંતુ વૃદ્ધો ગમે છે, કારણ જાણી દંગ રહી જશો
Girl Likes to Date Older Men: પ્રેમમાં ઉંમરનું બંધન ક્યારેય હોતું નથી. જ્યારે કોઈની સાથે પ્રેમ થાય છે ત્યારે ઉંમર, જાતિ, ધર્મ કશું ધ્યાનમાં આવતું નથી. પરંતુ ઉંમર મામલે જોઈએ તો બહુ ઓછા તમને એવા કપલ જોવા મળશે જેમાં લાંબો ગેપ હોય. એક યુવતી હાલ ખુબ ચર્ચામાં છે. આ યુવતીને ફક્ત વૃદ્ધ લોકો જ પસંદ આવે છે અને તેને તેમની સાથે જ ડેટ પર જવું ગમે છે.
Trending Photos
Amazing Love Story: પ્રેમમાં ઉંમરનું બંધન ક્યારેય હોતું નથી. જ્યારે કોઈની સાથે પ્રેમ થાય છે ત્યારે ઉંમર, જાતિ, ધર્મ કશું ધ્યાનમાં આવતું નથી. પરંતુ ઉંમર મામલે જોઈએ તો બહુ ઓછા તમને એવા કપલ જોવા મળશે જેમાં લાંબો ગેપ હોય. મોટાભાગે યુવક અને યુવતીઓ પોતાની ઉંમરની આસપાસના પાર્ટનર જ પસંદ કરતા હોય છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને પોતાના કરતા મોટી ઉંમરના લોકો જ પસંદ આવતા હોય છે. આવી જ એક યુવતી હાલ ખુબ ચર્ચામાં છે. આ યુવતીને ફક્ત વૃદ્ધ લોકો જ પસંદ આવે છે અને તેને તેમની સાથે જ ડેટ પર જવું ગમે છે.
વૃદ્ધો સાથે જાય છે ડેટ પર
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ અમેરિકાના લોસ એન્જલસમાં જૈમી લુના નામની એક મોડલ રહે છે. 25 વર્ષની લુના આમ તો અન્ય યુવતીઓની જેમ જ છે, પરંતુ તેનો એક શોખ એકદમ અલગ છે. હકીકતમાં તે પોતાની ઉંમરના યુવકોની જગ્યાએ વૃદ્ધ પુરુષો સાથે ડેટ પર જવાનું પસંદ કરે છે. જૈમી લુના કહે છે કે તેને ઉંમરલાયક પુરુષો સાથે ડેટિંગ અને રિલેશનશીપ સારી લાગે છે કારણ કે તેઓ સ્થાયિત્વ આપનારા અને મેચ્યોર હોય છે. તે કહે છે કે અનુભવ કર્યા વગર તમે કોઈ પણ ચીજને જાણી શકો નહીં.
બીજી યુવતીઓને પણ આપે છે સલાહ
લુના કહે છે કે તેને એ વાતની કોઈ પરવા નથી કે લોકો તેના આ શોખને લઈને શું વિચારે છે. લુનાએ જણાવ્યું કે તે અન્ય યુવતીઓને પણ વૃદ્ધોની સાથે જ ડેટિંગ કરવાની સલાહ આપે છે. લુના વધુ એક વાત એ કહે છે કે ક્યારેય પણ પુરુષોને એ વાતનો અહેસાસ ન અપાવવો જોઈએ કે તે તેમના પૈસા પાછળ છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
લોકો કરે છે ભાત-ભાતની કમેન્ટ
જૈમી લુનાના આ શોખને લઈને લોકો ભાત ભાતની કમેન્ટ કરે છે. કોઈ કહે છે કે લુના ફક્ત પૈસા માટે આમ કરે છે જો કે લુના આ વાત સાથે સહમત નથી. તે કહે છે કે એવું નથી કે મે ઓછી ઉંમરના યુવકો સાથે ટ્રાય નથી કર્યું પરંતુ ઓછી ઉંમરના યુવકો સાથે વાતચીત કરવામાં તેને એટલું સારું નથી લાગતું જેટલું તેને વૃદ્ધો સાથે વાત કરીને લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે