કેન્સરનો ડર બતાવીને મહિલા દર્દીઓનું યૌન ઉત્પીડન કરતો ગુજરાતી ડોક્ટર મનીષ શાહ દોષિત જાહેર થયો

ભારતીય મૂળના ડોક્ટર બ્રિટનની કોર્ટમાં મહિલાઓના યૌન ઉત્પીડન માટે આરોપી સાબિત થયો છે. મહિલાઓનું ઉત્પીડન કરવા માટે તે તેમની નબળાઈની મદદ લેતો હતો અને હોલિવુડ તથા ટીવી સ્ટાર્સના કેન્સર સાથે જોડાયેલ કિસ્સાઓ કહીને તેઓને ડરાવતો હતો. મનીષ શાહ નામનો આ ગુજરાતી જનરલ પ્રેક્ટિસનર અત્યાર સુધી 25 મહિલાઓનું યૌન ઉત્પીડન કરી ચૂક્યો છે.
કેન્સરનો ડર બતાવીને મહિલા દર્દીઓનું યૌન ઉત્પીડન કરતો ગુજરાતી ડોક્ટર મનીષ શાહ દોષિત જાહેર થયો

લંડન :ભારતીય મૂળના ડોક્ટર બ્રિટનની કોર્ટમાં મહિલાઓના યૌન ઉત્પીડન માટે આરોપી સાબિત થયો છે. મહિલાઓનું ઉત્પીડન કરવા માટે તે તેમની નબળાઈની મદદ લેતો હતો અને હોલિવુડ તથા ટીવી સ્ટાર્સના કેન્સર સાથે જોડાયેલ કિસ્સાઓ કહીને તેઓને ડરાવતો હતો. મનીષ શાહ નામનો આ ગુજરાતી જનરલ પ્રેક્ટિસનર અત્યાર સુધી 25 મહિલાઓનું યૌન ઉત્પીડન કરી ચૂક્યો છે.

નાણાવટી પંચના રિપોર્ટમાં નેગેટિવ રિમાર્ક મેળવનાર પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારે શું કહ્યું, જાણો...

લંડનના ઓલ્ડ બૈલે કોર્ટમાં સુનવણી દરમિયાન આ કિસ્સો સામે આવ્યો કે, તે મહિલાઓને ડરાવવા માટે કેન્સર સાથે જોડાયેલા સમાચારોનો સહારો લેતો હતો. એક મહિલાને ડરાવવા માટે તેણે હોલિવુડ સ્ટાર એન્જેલીના જોલીનો કિસ્સો સંભળાવ્યો હતો. તેણે દર્દીને વાર્તા સંભળાવવા માટે કેવી રીતે એન્જેલીના જોલીને બ્રેસ્ટ કેન્સર થયું હતું અને દર્દીએ પણ આ પ્રકારનું બ્રેસ્ટ ચેકઅપ કરાવવું જોઈએ તેવું કહ્યું હતું.

ફેબ્રુઆરીમાં સજા સંભળાવાશે
વકીલ કેટ બેક્સે કોર્ટને જણાવ્યું કે, તે પોતાના પ્રોફેશનનો સહારો લઈને મહિલાઓનું યૌન ઉત્પીડન કરતો હતો અને કોઈ મેડિકલ ટેસ્ટની જરૂરિયાત વગર બ્રેસ્ટ અને વજાઈનલ ચેકઅપ કરતો હતો. જોકે, તબીબ મનીષ શાહે તમામ આરોપોનો ઈન્કાર કર્યો છે અને કહ્યું કે, તે ડિફેન્સીવ મેડિસીનની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

મે 2009થી જૂન 2019 દરમિયાન મનીષ શઆહ અનેક સગીર યુવતીઓનું પણ યૌન શોષણ કરી ચૂક્યો છે. તપાસના બહાને તે મહિલાઓને ખોટી રીતે સ્પર્શ કરતો હતો. વર્ષ 2013માં આ કિસ્સો સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ થઈ હતી. આરોપી ડોક્ટરને 25 યૌન આરોપો માટે 7 ફેબ્રુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news