Citizenship Amendment Bill: ભારતમાં જ નહીં, ઈઝરાયેલમાં પણ થઈ ચૂક્યો છે 'સફળ પ્રયોગ'

Citizenship Amendment Bill: ધર્મના આધારે ઈઝરાયેલે સૌથી પહેલા નાગરિક કાયદો 1950માં બનાવ્યો હતો. આ કયદા મુજબ સમગ્ર દુનિયામાં યહૂદી ધર્મને માનનારા લોકો કોઈ પણ રોકટોક વગર ઈઝરાયેલ (Israel) ની નાગરિકતા લઈ શકે છે.

Citizenship Amendment Bill: ભારતમાં જ નહીં, ઈઝરાયેલમાં પણ થઈ ચૂક્યો છે 'સફળ પ્રયોગ'

નવી દિલ્હી: સમગ્ર દેશમાં હાલ નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  પર જોરદાર ચર્ચા ચાલુ છે. આસામમાં તો આ બિલને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જો કે આ બિલનું ઈઝરાયેલ (Israel) કનેક્શન પણ જાણવા જેવું છે. હકીકતમાં દરેક દેશ પોતાના મૂળભૂત નાગરિકોના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ રહે છે. પરંતુ ભારત જે નવી જોગવાઈને આજે જોડવાની કોશિશ કરી રહ્યું છે તેનું સીધુ કનેક્શન ઈઝરાયેલના નાગરિક કાયદા સાથે છે. 

પહેલીવાર કોઈ ધર્મના આધારે ઈઝરાયેલે બનાવ્યો હતો કાયદો
ધર્મના આધારે ઈઝરાયેલે સૌથી પહેલા નાગરિક કાયદો 1950માં બનાવ્યો હતો. આ કાયદા મુજબ સમગ્ર દુનિયામાં યહૂદી ધર્મને માનનારા લોકો કોઈ પણ રોકટોક વગર ઈઝરાયેલ (Israel) ની નાગરિકતા લઈ શકે છે. જો કે નાગરિકતા આપતા પહેલા સરકાર તેની સંપૂર્ણ ખરાઈ પણ કરે છે. પરંતુ સમગ્ર દુનિયાના યહૂદીઓનું ઈઝરાયેલ સરકાર નાગરિકતા લેવા માટે ખુલ્લા મને સ્વાગત કરે છે. ધાર્મિક આધાર પર નાગરિકતા અન્ય કોઈ દેશમાં અપાતી નથી. 

ભાજપ પણ એ જ રીતે લાવી રહ્યું છે કાયદો
હાલના નાગરિકતા સંશોધન બિલ મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુઓ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીઓને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો પાસ થયા બાદ ભારત 2014 અગાઉ આવેલા આ દેશોના 6 ધર્મોના શરણાર્થીઓને નાગરિકતા પાત્ર ગણશે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

મુસ્લિમોને સામેલ ન કરવાના કારણે થઈ રહ્યો છે  વિરોધ
વિપક્ષ લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં સરકાર દ્વારા આ નવા બિલમાં મુસ્લિમોને સામેલ ન કરવાને લઈને વિરોધ કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news