Landmine Threat: ગુજરાતમાં આતંકી હુમલાનું જોખમ? કેનેડાએ જાહેર કરેલી એડવાઈઝરીમાં આ વિસ્તારોનો કર્યો ઉલ્લેખ
Canada travel advisory: કેનેડાની આ એડવાઈઝરી ચોંકાવનારી છે. આ એડવાઈઝરી 27 સપ્ટેમ્બરની મોડી રાતે બહાર પાડવામાં આવી. જેમાં ભારતમાં અનેક ભાગોમાં આતંકી હુમલાનું જોખમ હોવાનું કહેવાયું છે. આ એડવાઈઝરીમાં ઈન્ડિયન ટેરેટરી લદાખ કે તેની આજુબાજુ મુસાફરી કરવાનું સામેલ નથી. આ કથિત ચેતવણીમાં કેનેડા મૂળના લોકોને આતંકવાદ અને ઉગ્રવાદના જોખમના કારણે અસમ અને મણિપુરની બિન જરૂરી રીતે મુસાફરી કરવાથી બચવાની અપીલ કરાઈ છે.
Trending Photos
Canada travel advisory: કેનેડાએ પોતાના નાગરિકોને ભારતના ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યો કે જે પાકિસ્તાન સાથે સરહદ શેર કરે છે તેના તમામ વિસ્તારોનો પ્રવાસ ખેડવાથી બચવાની સલાહ આપી છે.
શું લખ્યું છે એડવાઈઝરીમાં?
કેનેડા સરકારની લેટેસ્ટ એડવાઈઝરીમાં કહેવાયું છે કે અણધારી સુરક્ષા પરિસ્થિતિ અને બારુદી સુરંગો તથા unexploded ordnance ની હાજરીના કારણે ગુજરાત, પંજાબ અને રાજસ્થાન રાજ્યોમાં પાકિસ્તાન સાથે લાગેલી બોર્ડરના 10 કિમીની અંદરના વિસ્તારોમાં નાગરિકો મુસાફરી કરવાથી બચે.
ભારતના આ શહેરો પર હુમલાનું જોખમ?
કેનેડાની આ એડવાઈઝરી ચોંકાવનારી છે. આ એડવાઈઝરી 27 સપ્ટેમ્બરની મોડી રાતે બહાર પાડવામાં આવી. જેમાં ભારતમાં અનેક ભાગોમાં આતંકી હુમલાનું જોખમ હોવાનું કહેવાયું છે. આ એડવાઈઝરીમાં ઈન્ડિયન ટેરેટરી લદાખ કે તેની આજુબાજુ મુસાફરી કરવાનું સામેલ નથી. આ કથિત ચેતવણીમાં કેનેડા મૂળના લોકોને આતંકવાદ અને ઉગ્રવાદના જોખમના કારણે અસમ અને મણિપુરની બિન જરૂરી રીતે મુસાફરી કરવાથી બચવાની અપીલ કરાઈ છે.
ભારતના એક્શન પર રિએક્શન
વાત જાણે એમ છે કે 23 સપ્ટેમ્બરે જ ભારતે એડવાઈઝરી બહાર પાડીને કેનેડામાં રહેતા પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે હેટ ક્રાઈમ અને ભારત વિરોધી ગતિવિધિઓને જોતા સાવધ રહેવું. ત્યારબાદ એવું મનાઈ રહ્યું છે કે કેનેડાને આ એડવાઈઝરી ગમી નથી અને તેના જવાબમાં જ તેણે આ આદેશ બહાર પાડ્યો છે.
વિદેશ મંત્રાલયનું નિવેદન
હકીકતમાં વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે કેનેડામાં હેટ ક્રાઈમ, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓમાં તેજી આવી છે. આવામાં ભારતીય નાગરિકો અને કેનેડા મુસાફરી કરનારા ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાવધાની વર્તે અને સતર્ક રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે