મહિલાઓના અધિકારો પર SC નો ઐતિહાસિક આદેશ, પરણિત- અપરણિત...તમામ મહિલાઓને ગર્ભપાતનો હક

મહિલાઓના અધિકારો અંગે સુપ્રીમ કોર્ટનો વધુ એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર છે પછી ભલે તે પરણિત હોય કે અપરણિત. તમામ મહિલાઓ સુરક્ષિત અને કાનૂની ગર્ભપાતની હકદાર છે. કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) સંશોધન અધિનિયમ 2021ની જોગવાઈઓની વ્યાખ્યા કરતા આ ચુકાદો સંભળાવ્યો. 
 

મહિલાઓના અધિકારો પર SC નો ઐતિહાસિક આદેશ, પરણિત- અપરણિત...તમામ મહિલાઓને ગર્ભપાતનો હક

મહિલાઓના અધિકારો અંગે સુપ્રીમ કોર્ટનો વધુ એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર છે પછી ભલે તે પરણિત હોય કે અપરણિત. તમામ મહિલાઓ સુરક્ષિત અને કાનૂની ગર્ભપાતની હકદાર છે. કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) સંશોધન અધિનિયમ 2021ની જોગવાઈઓની વ્યાખ્યા કરતા આ ચુકાદો સંભળાવ્યો. 

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફક્ત પરણિત જ નહીં પરંતુ અપરણિત મહિલાઓ પણ 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે. એટલે કે લિવ ઈન રિલેશનશીપ અને સહમતિથી બનેલી સંબંધોથી ગર્ભવતી થયેલી મહિલાઓ પણ ગર્ભપાત કરાવી શકશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કાયદાની વ્યાખ્યા ફક્ત પરણિત મહિલાઓ સુધી સિમિત રહી શકે નહીં. 

— ANI (@ANI) September 29, 2022

સુપ્રીમ કોર્ટે આજે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ 3-Bની વ્યાખ્યા કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સંશોધન બાદ આ કાયદો ફક્ત વિવાહિત મહિલાઓ સુધી સિમિત નથી. આ અગાઉ સામાન્ય કેસોમાં 20 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછા ગર્ભના ગર્ભપાતનો અધિકાર અત્યાર સુધી ફક્ત પરણિત મહિલાઓને જ હતો. 

સુપ્રીમ સુધી કેવી રીતે પહોંચ્યો મામલો?
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો 25 વર્ષની મહિલાની અરજી પર આવ્યો. આ મહિલાએ 23 સપ્તાહના ગર્ભને પાડવાની મંજૂરી માંગી હતી. મહિલાનું કહેવું હતું કે તે પરસ્પર સહમતિથી ગર્ભવતી થઈ છે પરંતુ તે બાળકને જન્મ આપવા માંગતી નથી કારણ કે તેના પાર્ટનરે લગ્નની ના પાડી દીધી છે. પરંતુ દિલ્હી હાઈકોર્ટે આ વર્ષ 16 જુલાઈના રોજ અરજી એમ કહીને ફગાવી દીધી કે અરજીકર્તા અપરણિત છે અને તે સહમતિથી ગર્ભવતી થઈ છે. આ મિડેકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી રૂલ્સ 2003 હેઠળ કોઈ પણ જોગવાઈમાં આવતું નથી. ત્યારબાદ યુવતીએ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 21 જુલાઈના રોજ અપાયેલા વચગાળાના આદેશમાં મહિલાને રાહત આપતા ગર્ભપાતની મંજૂરી આપી દીધી હતી. પરંતુ આ કાયદાની વ્યાખ્યા સંલગ્ન પહેલુઓ પર સુનાવણી ચાલુ રાખી હતી. આજે તેના પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. 

મેરિટલ રેપ પીડિત પણ ગર્ભપાત કરાવી શકશે
આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એક મહત્વની વ્યવસ્થા પણ આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ રેપ હેઠળ મેરિટલ રેપ પણ સામેલ થશે. જે મુજબ જો કોઈ મરજી વિરુદ્ધ સંબંધના કારણે કોઈ પરણિત મહિલા ગર્ભવતી થાય તો તેને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ રેપ માનવામાં આવશે અને તે મહિલાને પણ ગર્ભપાત કરાવવાનો હક રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news