PFI પર વધુ એક મોટી કાર્યવાહી, સરકારની ફરિયાદ બાદ ટ્વિટર ઈન્ડિયાએ લીધું પગલું

PFI official Twitter account has been withheld: કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બરે પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો. અનેક રાજ્યોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ તથા એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણા પર દરોડા પાડીને અનેક લોકોની ધરપકડ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું. પીએફઆઈ ઉપરાંત 8 સહયોગી સંગઠનો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી. 

PFI પર વધુ એક મોટી કાર્યવાહી, સરકારની ફરિયાદ બાદ ટ્વિટર ઈન્ડિયાએ લીધું પગલું

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) નું ટ્વિટર એકાઉન્ટ બેન કરી દેવાયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પીએફઆઈ પર 5 વર્ષનો પ્રતિબંધ લદાયા બાદ આ કાર્યવાહી થઈ છે. ભારત સરકારની ફરિયાદ બાદ ટ્વિટર ઈન્ડિયાએ પીએફઆઈનું એકાઉન્ટ બેન કર્યું છે. 

કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બરે પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો. અનેક રાજ્યોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ તથા એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણા પર દરોડા પાડીને અનેક લોકોની ધરપકડ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું. પીએફઆઈ ઉપરાંત 8 સહયોગી સંગઠનો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી. 

કયા સંગઠનો પર લાગ્યો પ્રતિબંધ?

- પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)
- રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન
- કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા
- ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ
- NCHRO
- નેશનલ વીમેન્સ ફ્રન્ટ
- જૂનિયર ફ્રન્ટ
-એમ્વાયર ઈન્ડિયા ફાઉન્ડેશન
- રિહેબ ફાઉન્ડેશન (કેરળ)

આ અગાઉ 22 સપ્ટેમ્બરે 15 રાજ્યોમાં PFI ના અનેક ઠેકાણાઓ પર NIA, ED અને અન્ય એજન્સીઓએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ 9 રાજ્યોમાં પણ એજન્સીઓ પીએફઆઈના ઠેકાણાઓ પર તાબડતોડ રેડ પાડી. દરોડા દરમિયાન સરકારને પીએફઆઈ વિરુદ્ધ પૂરતા પૂરાવા મળ્યા, ત્યારબાદ ગૃહ મંત્રાલયે પીએફઆઈ અને તે સંલગ્ન 8 સંગઠનો પર દેશભરમાં પ્રતિબંધ લગાવ્યો. 

Central govt yesterday declared #PFI and its associates or affiliates or fronts as an unlawful association for 5 years. pic.twitter.com/yTwz2mqv0Y

— ANI (@ANI) September 29, 2022

ગૃહ મંત્રાલયે મૂક્યો પ્રતિબંધ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં કહ્યું કે કેન્દ્ર સરકારનું માનવું છે કે પીએફઆઈ અને તેના સહયોગી એવા વિનાશકારી કામોમાં સામેલ રહ્યા છે, જેનાથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન પ્રભાવિત થયું છે. દેશના બંધારણીય માળખાને નબળું, આતંકી શાસનને પ્રોત્સાહન અને તેને લાગૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ કારણોના પગલે કેન્દ્ર સરકારનું એવું માનવું છે કે પીએફઆઈની ગતિવિધિઓને જોતા તેને અને તેના સહયોગીઓ-મોરચાઓને તત્કાળ પ્રભાવથી ગેરકાયદેસર સંસ્થા જાહેર કરવા જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news