Knowledge News: શું તમને ખબર છે કે તમે એક દિવસમાં કેટલું બોલો છો, આ જાણીને આશ્ચર્ય લાગશે
Knowledge News: શું તમે ક્યારે વિચાર્યું છે કે દિવસભરમાં તમે કેટલા શબ્દો બોલો છો? કદાચ જ તમે આ વિશે વિચાર્યું હશે કે દિવસભરમાં માણસ કેટલા શબ્દો બોલે છે. આજ સુધી તમે આ વિશે ધ્યાન આપ્યું નહીં હોય. આજે અમે તમને આ જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
Trending Photos
Knowledge News: શું તમે જાણો છો કે તમે દિવસભરમાં કેટલું બોલો છો. સવારે આંખો ખોલવાથી લઇને રાતે સુવા સુધી આપણે કંઇકને કંઇક બોલતા હોઈએ છીએ. કેટલાક લોકો એટલું બધું બોલતા હોય છે કે, આસપાસના લોકોએ તેને કહેવું પડે હવે બોલવાનું બંધ કર. તો બીજી તરફ કેટલાક લોકોને ઓછું બોલવું ગમતું હોય છે. આવા લોકો ભલે કોઇની સાથે વાત ના કરે, પરંતુ તેમના દિમાગમાં કંઇકને કંઇક શબ્દો ચાલતા રહે છે અને તેઓ તક મળવા પર બોલવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારે વ્યક્તિના વાતોનો સિલસિલો ક્યારે ખતમ થતો નથી.
શું તમે ક્યારે વિચાર્યું છે કે દિવસભરમાં તમે કેટલા શબ્દો બોલો છો? કદાચ જ તમે આ વિશે વિચાર્યું હશે કે દિવસભરમાં માણસ કેટલા શબ્દો બોલે છે. આજ સુધી તમે આ વિશે ધ્યાન આપ્યું નહીં હોય. આજે અમે તમને આ જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જે તમારા માટે ઘણી રોમાચંક હોઈ શકે છે. લિંક્ડઇન લર્નિંગ ઇન્સ્ટ્રક્ટર Jeff Ansell Research ના જણાવ્યા અનુસાર, એક દિવસમાં માણસ ઓછામાં ઓછા 7000 શબ્દો બોલે છે. કેટલાક લોકો તેનાથી વધારે પણ બોલતા હોય છે.
છત્તીસગઢના બિલાસપુરના 95 વર્ષીય વૃદ્ધાએ 6000 ના પેન્શન માટે દર 6 મહિને UP ના બલિયા ખાવો પડે છે ધક્કો
તમે એક દિવસ વિશે તો જાણી લીધું, પરંતુ શું ક્યારે વિચાર્યું છે કે માણસ તેના આખા જીવનમાં કેટલા શબ્દો બોલે છે? તમને જાણીને આશ્ચર્ય લાગશે કે એક માણસ તેના આખા જીવનમાં 86,03,41,500 શબ્દો એટલે કે લગભગ 86 કરોડ શબ્દો બોલે છે. બ્રિટિશ રાઈટર અને બ્રોડકાસ્ટર Gyles Brandreth ની બુક The Joy of Lex: How to Have Fun with 860,341,500 Words માં આ જાણકારી આપવામાં આવી છે.
આ શબ્દોની જો તમે અન્ય વસ્તુઓ સાથે સરખામણી કરો છો તો જાણી લો કે તમે આખા જીવનમાં એક સામાન્ય વ્યક્તિ Oxford English Dictionary ના 20 વોલ્યુમને 14.5 વખત વાંચી લે છે. જો વ્યક્તિના શબ્દોની સરખામણી બાઈબલ સાથે કરવામાં આવે તો King James Bible માં જેટલા શબ્દો છે, માણસ તેના 1110 ગણા શબ્દો પોતાના જીવનમાં બોલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે