Kangana Ranaut Dhaakad Leak Online: શું તમે જોઈ કે નહીં? ઓનલાઈન લીક થઈ કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ', મેકર્સને સૌથી મોટું નુકસાન!

કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' ને ઘણી વેબસાઈટે એચડી પ્રિન્ટમાં લીક કરી છે. એવામાં ફિલ્મના બિઝનેસને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે લોકો હવે ફિલ્મને સિનેમાઘરોમાં જોવાના બદલે ઓનલાઈન ડાઉનલોડ કરીને જોવાનું શરૂ કરી દેશે.

Kangana Ranaut Dhaakad Leak Online: શું તમે જોઈ કે નહીં? ઓનલાઈન લીક થઈ કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ', મેકર્સને સૌથી મોટું નુકસાન!

Kangana Ranaut Dhaakad Leaked Online: આજકાલ સોશિયલ મીડિયામાં અનેક ફિલ્મો લીક થઈ જતી હોય છે. ત્યારે બોલિવુડ અભિનેત્રી કંગના રનોતની ફિલ્મ 'ધાકડ' આજે દેશના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના દર્શકો અને ક્રિટિક્સથી સારા રિવ્યૂઝ મળી રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે ફિલ્મને લઈને એક માઠા સમાચાર સામે આવ્યા છે. કંગના રનોતની ફિલ્મ 'ધાકડ' ઓનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મ લીક થવાથી મેકર્સને નુકસાન થઈ શકે છે.

લીક થઈ કંગના રનૌતની 'ધાકડ'
કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' ને ઘણી વેબસાઈટે એચડી પ્રિન્ટમાં લીક કરી છે. એવામાં ફિલ્મના બિઝનેસને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે લોકો હવે ફિલ્મને સિનેમાઘરોમાં જોવાના બદલે ઓનલાઈન ડાઉનલોડ કરીને જોવાનું શરૂ કરી દેશે. જોકે, આ ફિલ્મને એટલા મોટા લેવલ પર બનાવવામાં આવી છે કે તેણે લેપટોપ અથવા તો પછી મોબાઈલ પર નહીં પરંતુ થિયેટરમાં જ જોવાની મઝા આવશે.

આ ફિલ્મો પણ થઈ ચૂકી છે ઓનલાઈન લીક
જોકે, 'ધાકડ' પહેલી ફિલ્મ નથી, જે રિલીઝના પહેલા દિવસે જ ઓનલાઈન લીક થઈ હોય. અગાઉ ભૂલ ભૂલૈયા 2, હીરોપંતી 2, રનવે 34, આર્ચાયા અને રણવીર સિંહની 83 જેવી ફિલ્મો પણ રિલીઝના પહેલા દિવસે જ ઓલાઈન લીક થઈ ચૂકી છે. 

આ સિતારાઓએ કર્યું કામ
કંગના રનૌતની 'ધાકડ' એક સ્પાય-થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્દેશન રજનીશ ઘાઈએ કર્યું છે. દીપક મુકુટ અને સોહેલ મકલાઈ દ્વારા નિર્મિત છે. કંગના રનૌતની આ પહેલી એક્શન ફિલ્મ છે, જેમાં તેણે ખતરનાક સ્ટંટ કર્યા છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ અને દિવ્યા દત્તાએ કામ કર્યું છે, જેઓ નેગેટિવ રોલમાં છે. કંગના રનૌત છેલ્લે ફિલ્મ 'થલાઈવી'માં જોવા મળી હતી. તેના શાનદાર અભિનય છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી. હવે કંગનાને ફિલ્મ 'ધાકડ'થી ઘણી આશાઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news