Kisan Andolan Ad: હવે અમેરિકામાં ટીવી પર ચાલી કિસાન આંદોલનની એડ, ગણાવ્યું- ઈતિહાસનું સૌથી મોટું પ્રદર્શન

Farmers Protest Ad on TV: હવે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલી એક વીડિયો ક્લિપને લઈને દાવો કરવામાં આવ્યો છે કે આ એડ અમેરિકામાં ચલાવવામાં આવ્યો. 40 સેકેન્ડની આ વીડિયો ક્લિપમાં ભારતમાંથી ત્રણ કૃષિ કાયદાને પરત લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. 

Kisan Andolan Ad: હવે અમેરિકામાં ટીવી પર ચાલી કિસાન આંદોલનની એડ, ગણાવ્યું- ઈતિહાસનું સૌથી મોટું પ્રદર્શન

નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Farm laws) ને લઈને કેટલીક વિદેશી હસ્તિઓના ટ્વીટ બાદ હવે અમેરિકાની ફુટબોલ લીગ દરમિયાન કિસાન આંદોલન (Kisan Andolan) ની એક એડ દેખાડવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો કે અમેરિકામાં ફુટબોલ સુપર બાઉલ લીગ દરમિયાન આવું થયું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ત્રીજા કૃષિ કાયદા (Farm laws) વિરુદ્ધ દિલ્હી અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં કિસાન આંદોલન કરી રહ્યાં છે. તેને લઈને પોપ સ્ટાર રિહાના, પર્યાવરણને લઈને કામ કરનારી એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg), પોર્ન સ્ટાર મિયા ખલીફા સહિત ઘણી વિદેશી હસ્તિઓએ ટ્વીટ કર્યા હતા. 

હવે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલી એક વીડિયો ક્લિપને લઈને દાવો કરવામાં આવ્યો છે કે આ એડ અમેરિકામાં ચલાવવામાં આવ્યો. 40 સેકેન્ડની આ વીડિયો ક્લિપમાં ભારતમાંથી ત્રણ કૃષિ કાયદાને પરત લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ વીડિયો એડમાં માર્ટિન લૂથર કિંગ જૂનિયરનું એક કથન પણ દેખાડવામાં આવ્યું છે. 

આ એડને ટ્વિટર પર કેટલાક વેરિફાઇડ એકાઉન્ટ તરફથી શેર કરવામાં આવી છે. સિમરનજીત સિંહના નામથી એક યૂઝરે લખ્યુ, કિસાન આંદોલન પર સુપર બાઉલની એડ. જો તમે અત્યાર સુધી નથી સાંભળ્યું તો આ સમય છે. આ અન્યાય છે અને અમને પ્રભાવિત કરે છે. 

If you haven’t heard about it yet, now is the time to learn. It’s an issue of injustice that affects all of us. pic.twitter.com/a0WRjIAzqF

— Simran Jeet Singh (@simran) February 7, 2021

કેનેડાના સિંગર જેઝી બીએ પણ આ એડને શેર કરી છે. 

— Jazzy B (@jazzyb) February 7, 2021

— BENNY S DHALIWAL (@DhaliwalBenny) February 7, 2021

એડમાં કિસાન આંદોલનને ઈતિહાસનું સૌથી મોટુ પ્રદર્શન ગણાવવામાં આવી રહ્યું છે. તેમાં દિલ્હીમાં 26 જાન્યુઆરીના ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાની કેટલીક તસવીરો લગાવવામાં આવી છે.

કિસાન આંદોલન (farmers protest) સાથે જોડાયેલી તસવીર લગાવતા સમયે આ એડમાં દાવો કરવામાં આવ્યો કે જ્યાં સુધી 160થી વધુ કિસાન પ્રદર્શનકારીઓના મોત થઈ ચુક્યા છે, દિલ્હી બોર્ડર પર ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news