North Korea: તાનાશાહ કિમ જોંગને નવો ડર, કોરિયામાં સ્કિની જીન્સ અને વેસ્ટર્ન હેર સ્ટાઇલ પર લગાવ્યો પ્રતિબંધ
North Korea News: કિમ જોંગ ઉને નોર્થ કોરિયામાં સ્કિની જીન્સ અને મુલેટ હેરસ્ટાઇલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમાં થોડા સમય પહેલા કિમ જોંગે લાલ કલર કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
Trending Photos
પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયા (North Korea) ના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) પોતાના સનકી વલણને કારણે એકવાર ફરી ચર્ચામાં છે. હવે કિમ જોંગે પોતાના દેશની જનતા પર વધુ એક ફરમાન થોપી દીધુ છે. તેણે મુલેટ હેરકટ (Mullet Hair Style) અને સ્કિની જીન્સ (Skinny Jeans) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કિમ જોંગ ઉનને ડર છે કે દેશના યુવા પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં આવી રહ્યાં છે.
પશ્ચિમી સંસ્કૃતિથી ડર્યો તાનાશાહ!
ઉત્તર કોરિયાના અખબાર 'ધ રોદોંહ સિનમુન' પ્રમાણે, કિમ જોંગ ઉનનું માનવુ છે કે પશ્ચિમી સંસ્કૃતિ ઉત્તર કોરિયન લોકોના પતનનું કારણ બની શકે છે. ઈતિહાસ આપણે એક ખુબ જરૂરી વાત શીખવાડે છે. મૂડીવાદી જીવન શૈલીના પ્રભાવને રોકવા માટે કંઈ કરવામાં ન આવ્યું તો દેશ એક નબળી દીવાલની જેમ પડી જશે. તેના કારણે દેશમાં મુલેટ હેરસ્ટાઇલને ગેરકાયદેસર જાહેર કરી દીધી છે.
માત્ર 15 હેરકટને મંજૂરી, વાળને કલર પરવા પર પણ બેન
ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે નોર્થ કોરિયા લગભગ દુનિયાનો પ્રથમ એવો દેશ છે જ્યાં હેરસ્ટાઇલને લઈને નિયમ અને કાયદો બનાવ્યો છે. અહીં વાળને કલર કરવાની પણ મંજૂરી નથી. કિમ જોંગ ઉને નોર્થ કોરિયામાં ખાસ 15 પ્રકારના હેરકટને મંજૂરી આપી છે. આ સાથે-સાથે કાન, નાક કે શહીરમાં કોઈ જગ્યાએ ફેશનના નામ પર કોઈ પ્રકારના છેદ ન કરાવી શકાય. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરતુ ઝડપાય તો તે માટે સજાની જોગવાઈ છે.
કેવી હોય છે મુલેટ હેરસ્ટાઇલ? જેના પર લાગ્યો પ્રતિબંધ
મહત્વનું છે કે મુલેટ હેરસ્ટાઇલમાં આગળના વાળ નાના હોય છે, જ્યારે પાછળના વાળ લાંબા હોય છે. પશ્ચિમી દેશોમાં પાછલા વર્ષે આ હેરકટ ખુબ લોકપ્રિય થઈ હતી. તેનું કારણ છે કે ટાઇગર કિંગમાં જોઈ એગ્જોનિકે પણ આ અંદાજમાં વાળ કપાવ્યા હતા. પરંતુ ઉત્તર કોરિયાનું માનવું છે કે આપણે મૂડીવાદી જીવન શૈલીના સંકેતથી સાવધાન રહેવું જોઈએ અને તેનાથી છૂટકારો મેળવવા માટે સંઘર્ષ કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે