દહીંની સાથે આ 5 વસ્તુઓને ખાવાનું ટાળો, હેલ્થને થાય છે નુકસાન
દહીં (Curd) આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી પદાર્થ માનવામાં આવે છે. પરંતુ અમુક વસ્તુઓ સાથે દહીં ન ખાવુ જોઈએ. કેમ કે, અમુક એવી વસ્તુઓ સાથે જો દહીં ખાઈ લીધું તો આરોગ્ય (Health) ને નુકસાન પહોંચી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દહીં (Curd) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં પાચન શક્તિને વધારવાની સાથે સાથે શરીરમાં આ મ્યુનિટીને પણ વધારે છે. પ્રોબાયોટિક ગુણોથી ભરપૂર ખાદ્ય પદાર્થમાં કેલ્શિયમની માત્રા પણ વધુ હોય છે. જે શરીરના બોન્સને મજબૂત કરે છે. આ સિવાય તેમાં વિટામિન બી 2, વિટામિન બી 12, મેગ્નેશિયમ, પોટેશિયમ અને પ્રોટિન પણ ભરપૂર માત્રામાં હોય છે. માટે તે સુપર ફૂડ (Super Food) ની કેટેગરીમાં આવે છે.
આ તમામ ગુણો હોવાથી રોજ જો દહીં(Curd) ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ફાયદો (Benifit) થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય માટે આટલા લાભદાયી ફૂડની સાથે અમુક એવી વસ્તુઓ છે જેને મિક્સ કરીને ખાવાથી જમવાનુ હાનિકારક બની જાય છે. અહીં અમે જણાવીશું કે દહીંની સાથે ભૂલથી પણ આ વસ્તુઓને મિક્સ કરીને કે પછી સાથે ન ખાવી જોઈએ.
1. દહીં સાથે ન ખાવ ડુંગળી
ગરમીમાં ઘણીવાર લોકો પોતાના ઘરમાં રાયતું બનાવે છે અને તેમાં દહીં (Curd) સાથે ડુંગળી નાખે છે. આ સ્વાદમાં તો બહુ સારું લાગે છે પણ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આયુર્વેદ મુજબ દહીં ઠંડુ (Curd) હોય છે જ્યારે ડુંગળીની તાસીર ગરમ છે. આ બંનેને સાથે ખાવાથી એલર્જી થઈ શકે છે. ડુંગળી અને દહીં (Curd) સાથે ખાવાથી શરીરમાં સોરાયસિસ, ગેસ, એસિડિટી અને ઉલટી થઈ શકે છે.
2. દૂધ અને દહીંનું સાથે સેવન
દૂધ (Milk) અને દહીં (Curd) બંને વસ્તુઓનું સેવન એકસાથે ન કરવું જોઈએ. આયુર્વેદમાં આ બંને ચીજવસ્તુઓને સાથે ખાવું નુકસાનકારક માનવામાં આવે છે. આ બંને વસ્તુઓ સાથે ખાવાથી ડાયરિયા, ગેસ, પેટમાં દુખાવો, ઈનડાયજેશન જેવી સમસ્યાઓ સર્જાય છે.
3. કેરીની સાથે દહીં
આપણે સૌને ઉનાળામાં આમ લસ્સી ખાવાનું પસંદ હોય છે. પણ તે આપણા સ્વાસ્થય માટે નુકસાનકારક છે. કેમ કે, બંનેની તાસિર એકબીજાથી ઉંધી છે. માટે તમે આ બંને વસ્તુઓને મિક્સ કરીને ન ખાઈ શકો. આવું કરવાથી શરીરમાં ચામડી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
4. મચ્છી અને દહીં
કહેવાય છે કે, ક્યારેય બે પ્રોટીનયુક્ત ભોજનનું સેવન એકસાથે ન કરવું જોઈએ. જો મચ્છી સાથે દહીંનું સેવન કરીએ તો અનેક બિમારીઓ થઈ શકે છે. કેમ કે, આ બંને વસ્તુઓ પ્રોટીનથી ભરપૂર છે. મચ્છી અને દહીંને સાથે ખાવાથી અપચો અને પેટના દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
5. અડદની દાળ સાથે દહીં
દહીં (Curd) ની સાથે જો આપણે અડદની દાળનું સેવન કરીએ તો એસિડિટી, સોજા, લૂઝમોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. માટે આ બંને ચીનવસ્તુઓને એકસાથે ન ખાવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે