ઈદ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મુસલમાનો વિશે આપ્યું મહત્વનું નિવેદન
આજે દેશ અને દુનિયામાં ચારેકોરEid al-Fitr ની હોશભેંર ઉજવણી થઈ રહી છે. ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રથમ મહિલા ઝિલ બાઈડેન, મસ્જિદ મોહમ્મદના ઈમામ ડોક્ટર તાલિબ એમ શરીફ અને પાકિસ્તાની સિંગર અરુઝ આફતાબે પણ ભાગ લીધો હતો.
Trending Photos
નવી દિલ્હી: આજે દેશ અને દુનિયામાં ચારેકોરEid al-Fitr ની હોશભેંર ઉજવણી થઈ રહી છે. ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રથમ મહિલા ઝિલ બાઈડેન, મસ્જિદ મોહમ્મદના ઈમામ ડોક્ટર તાલિબ એમ શરીફ અને પાકિસ્તાની સિંગર અરુઝ આફતાબે પણ ભાગ લીધો હતો. આ અવસરે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે દુનિયાભરમાં મુસલમાનો હિંસાનો ભોગ બની રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાય દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યો છે, જો કે તેઓ પોતે સમાજમાં હકીકતમાં પડકારો અને જોખમનો સામનો કરી રહ્યા છે.
ઈસ્લામોફોબિયાનો કર્યો ઉલ્લેખ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને વધુમાં એમ પણ કહ્યું કે આજે આપણે એ તમામ લોકોને પણ યાદ કરીએ છીએ જે આ પવિત્ર દિવસની ઉજવણી કરી શકતા નથી જેમાં ઉઈગર, રોહિંગ્યા સમુદાયના લોકો સહિત એ લોકો પણ સામેલ છે જે દુષ્કાળ, હિંસા, સંઘર્ષ અને બીમારીથી પીડિત છે. તેમણે કહ્યું કે દુનિયામાં આશા અને પ્રગતિના સંકેતોનું સન્માન કરો જેમાં યુદ્ધ વિરામ પણ સામેલ છે. જેનાથી યમનમાં લોકોને 6 વર્ષમાં પહેલીવાર શાંતિથી રમઝાન અને ઈદ ઉજવવાની તક મળી. તેમણે એમ પણ કહ્યું કે પરંતુ સાથે આપણે એ પણ સ્વીકારવું પડશે કે અહીં દેશમાં અને વિદેશમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. મુસલમાન ભલે હજુ પણ આપણા સમાજમાં વાસ્તવિક પડકારો અને જોખમોનો સામનો કરી રહ્યા હોય પરંતુ દેશને દરરોજ મજબૂત કરી રહ્યા છે. આ પડકારોમાં ઈસ્લામોફોબિયા પણ સામેલ છે.
જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં ઈદના અવસરે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે દૂતાવાસ પ્રભારીના પદે પહેલીવાર કોઈ મુસ્લિમની નિયુક્તિ કરી છે. જે ખુબ મહત્વનું છે. કારણ કે આજે આપણે દુનિયાભરમાં જોઈ રહ્યા છીએ કે અનેક મુસલમાન હિંસાનો ભોગ બની રહ્યા છે. કોઈને પણ તેની ધાર્મિક આસ્થાઓ માટે પરેશાન કરવા જોઈએ નહીં.
Jill and I were honored to host an Eid al-Fitr reception at the White House tonight, and we send our warmest greetings to everyone celebrating across the world. Eid Mubarak! pic.twitter.com/4OTeQBE0Jw
— President Biden (@POTUS) May 2, 2022
ટ્વીટ કરીને પણ પાઠવી શુભેચ્છા
ઈદના કાર્યક્રમ બાદ જો બાઈડેને ટ્વીટ કરીને પણ કહ્યું કે ઝિલ અને હું વ્હાઈટ હાઉસમાં આજે રાતે ઈદ ઉલ ફિતરનો તહેવાર ઉજવીને ખુબ સન્માનિત મહેસૂસ કરી રહ્યા છીએ અને દુનિયાભરમાં આ પર્વ ઉજવનારા તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઈદ મુબારક. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ લોકોને ઈદની શુભેચ્છા પાઠવી. ટ્વીટ કરીને કહ્યું કે ડગલાસ (કમલા હેરિસના પતિ) અને હું ઈદ ઉલ ફિતર ઉજવનારા તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઈદ મુબારક.
Best wishes on Eid-ul-Fitr. May this auspicious occasion enhance the spirit of togetherness and brotherhood in our society. May everyone be blessed with good health and prosperity.
— Narendra Modi (@narendramodi) May 2, 2022
પીએમ મોદીએ પણ ઈદની શુભેચ્છાઓ પાઠવી
આ બાજુ દેશમાં પણ ઈદની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પીએમ મોદીએ પણ આજે દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી. તથા એકજૂથતા અને ભાઈચારાની ભાવના વધે એવી કામના કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ઈદ ઉલ ફિતરની ખુબ શુભકામનાઓ. આ શુભ અવસર આપણા સમાજમાં એકજૂથતા અને ભાઈચારાની ભાવનાને વધારે. બધાના સારા સ્વાસ્થ્ય અને ખુશહાલીની કામના કરું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે