ચહેરા પર રહેલી રૂવાંટીને આવી રીતે કરો દૂર, ઘરે બેઠા થશે પાર્લર જેવું કામ

How To Remove Facial Hair: પુરુષોને ચહેરા પર વાળ હોવા એટલે કે દાઢી મુંછ હોવી સામાન્ય વાત છે. પરંતુ જો મહિલાઓના ચહેરા પર વધારાના વાળ હોય તો તેને દૂર કરવા આવશ્યક બની જાય છે. કેમ કે, ન ગમત વધારાના વાળ મહિલાઓની સુંદરતામાં ઘટાડો કરે છે. ત્યારે આવી વધારાની રૂવાટીને દૂર કરવા માટે મહિલાઓ બ્યૂટી પાર્લરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે.

ચહેરા પર રહેલી રૂવાંટીને આવી રીતે કરો દૂર, ઘરે બેઠા થશે પાર્લર જેવું કામ

નવી દિલ્લીઃ પુરુષોને ચહેરા પર વાળ હોવા એટલે કે દાઢી મુંછ હોવી સામાન્ય વાત છે. પરંતુ જો મહિલાઓના ચહેરા પર વધારાના વાળ હોય તો તેને દૂર કરવા આવશ્યક બની જાય છે. કેમ કે, ન ગમત વધારાના વાળ મહિલાઓની સુંદરતામાં ઘટાડો કરે છે. ત્યારે આવી વધારાની રૂવાટીને દૂર કરવા માટે મહિલાઓ બ્યૂટી પાર્લરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. છતાં અમુક એવી રીતના કારણે ચહેરાને નુકસાન થઈ શકે છે. ત્યારે આજે અમે તમને અમુક એવા ઘરેલું નુસ્ખા જણાવીશું. જેની મદદથી નેચરલ રીતે વધારાના વાળ રિમૂવ કરી શકશો.ચહેરા પર દેખાતા વધારાના વાળને આવી રીતે કરો રમૂવઃ1. ઓટ્સ અને કેળાઃ
ઓટ્સ અને કેળાની મદદથી ચહેરા પર રહેલા વધારાના વાળમાંથી છૂટકારો મેળવી શકો છે. તેના માટે ઓટ્સને પાણીમાં રાખીને ફૂલાવી દો અને પછી તેમાં કેળા મેળવીને પેસ્ટ તૈયાર કરો. આ પેકને ફેસ પર ત્યાં લગાવો જ્યાં રૂવાંટી છે. આ પેકને ચહેરા પર મસળો તે બાદ પાણીથી ચહેરો ધોઈ લો.2. અખરોટ અને મધઃ
અખરોટ અને મધ ચહેરા પર વધારાના વાળને હટાવવામાં મદદ મળે છે. તે માટે સૌથી પહેલાં અખરોટને છોલી તેને મિક્સરમાં ગ્રાઈંડર કરો અથવા ખાંડી લો. અને તેમાં મધ ભેળવી લો. આ પેસ્ટને આંગળીમાં લઈને ધીમે ધીમે મસાજ કરો. અને થોડીવાર પછી ચહેરો ધોઈ લો.3. હળદર અને એલોવેરાઃ
હળદર વાળના ગ્રોથને ઓછો કરવામાં મદદ કરે છે. ખાસ કરીને ફેશિયલ હેર રિમૂવ કરવા માટે રામબાણ ઈલાજ છે. તેના માટે તમારે એલોવેરા જેલમાં હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવવાની રહેશે. આ પેસ્ટને ચહેરા જ્યાં રૂવાંટી છે ત્યાં લગાવી લો. પેક સુકાઈ જાય પછી ચહેરાને ધોઈ લો.  આનો નિયમિત ઉપયોગ કરવાથી હેર ગ્રોથ ઓછો થઈ જશે.આ વાતોનું રાખો ખાસ ધ્યાનઃ
કોઈ પણ સ્કિન એક જેવી નથી હોતી. જો એલર્જી અથવા તો સેન્સિટિવિટીની સમસ્યા છે તો પણ ઘરેલું ઉપાય અપનાવતા પહેલાં ડર્મેટોલોજિસ્ટની સલાહ લો. ક્યારેક પણ પેસ્ટની જોરથી મસાજ ન કરો. કેમ કે, તેનાથી રૈશેઝ થવાનો ખતરો છે. એટલા માટે પેસ્ટને હળવા હાથે ધીમે ધીમે ચહેરા પર લગાવો. તેનાથી સારું રિઝલ્ટ મળશે.
(નોંધઃ અહીં આપેલી જાણકારી ઘરેલું નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં ડૉક્ટરની સલાહ લો. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news