Video: ઘરની છતને સ્પર્શ કરવો પડ્યો ભારે, જાપાનીના માથા પર તૂટ્યો 'બરફનો પહાડ'

Japanese Snowy Roof viral video: બરફના આ પહાડ પડવાની ઘટના જાપાનના અકિતા વિસ્તારની છે. આ છતથી એટલો બરફ પડ્યો કે, તે ઘરની બરાબર ઉંચાઈ પર થઈ ગયો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 Video: ઘરની છતને સ્પર્શ કરવો પડ્યો ભારે, જાપાનીના માથા પર તૂટ્યો 'બરફનો પહાડ'

ટોક્યોઃ જાપાનમાં એક વ્યક્તિને પોતાના ઘરની છતનો સ્પર્શ કરવો ભારે પડી ગયો અને તેની ઉપર અચાનક બરફનો પહાત તૂટી પડ્યો. બરફનો આ પહાડ એટલી ઝડપથી પડ્યો કે એમ લાગ્યું કે કોઈ પહાડથી હિમસ્ખલન થયું હોય. હકીકતમાં જાપાની વ્યક્તિના ઘરની છત પર બરફની મોટી ચાદર છવાયેલી હતી. જાપાની વ્યક્તિએ તેને લાકડીની મદદથી હટાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બરફ અચાનક નીચે પડી ગયો. 

બરફના આ પહાડ પડવાની ઘટના જાપાનના અકિતા વિસ્તારની છે. આ છતથી એટલો બરફ પડ્યો કે, તે ઘરની બરાબર ઉંચાઈ પર થઈ ગયો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એક મિનિટના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો એક ઘરની બહાર ઉભા છે. તેમાંથી એક એક વ્યક્તિ લાંબી લાકડીથી છત પર પડેલા ઘણા ફુટ મોટા બરફને હટાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

ઘણીવાર ડંડા માર્યા બાદ પણ બરફ તૂટી રહ્યો નથી પરંતુ વ્યક્તિ પોતાનો પ્રયાસ કરતો રહે છે. આ વચ્ચે વ્યક્તિનો પ્રયાસ રંગ લાવ્યો અને બરફ અચાનક ઘરની બહાર પડ્યો. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ રહ્યાં છે. વીડિયો જોયા બાદ બરફ પર ડંડાથી વાર કરનાર વ્યક્તિની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યુ કે, વિશ્વભરના લોકો વિચારી રહ્યાં છે કે કેટલું ખોટું કર્યું પરંતુ જો હું પણ હોત તો આ જ કરત.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news