AUS vs IND: બીજા દિવસની રમત પૂરી, ભારતનો સ્કોર 62/2

બ્રિસબેનમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં લાગી રહી છે. ઓસ્ટ્રેલિયાના 369 રનના જવાબમાં ભારતે 62 રનમાં બંન્ને ઓપનરો ગુમાવી દીધા છે. 

AUS vs IND: બીજા દિવસની રમત પૂરી, ભારતનો સ્કોર 62/2

બ્રિસબેનઃ India vs Australia 4th test Day 2- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો બ્રિસબેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 369 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે બીજા દિવસની રમતના અંતે બે વિકેટે 62 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા અને અંજ્કિય રહાણે ક્રીઝ પર છે. બીજા દિવસે ટી-બ્રેક બાદ વરસાદને કારણે છેલ્લું સત્ર ધોવાયું હતું. ભારત હજુ ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા 307 રન પાછળ છે. 

ભારતના બંન્ને ઓપનરો આઉટ
રોહિત શર્મા અને શુભમન ગિલ ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી શક્યા નહીં. પેટ કમિન્સના બોલ પર શુભમન ગિલ 7 રન બનાવી સ્લિપમાં કેચઆઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્મા સેટ થયા બાદ નાથન લાયનનો શિકાર બન્યો હતો. રોહિત શર્માએ 44 રન બનાવ્યા હતા. 

પર્દાપણ મેચમાં ટી નટરાજને બનાવ્યો રેકોર્ડ, આરપી સિંહની ક્લબમાં થયો સામેલ  

ઓસ્ટ્રેલિયા 369 રનમાં ઓલઆઉટ, લાબુશેનને સદી
ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે 274/5ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ગ્રીન 28 અને પેન 38 રન બનાવી ક્રીઝ પર હતા. આજે બંન્નેએ ટીમનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો હતો. બીજા દિવસે ટિમ પેને ટેસ્ટ કરિયરની 9મી અડધી સદી પૂરી કરી હતી. તેણે 102 બોલમાં છ ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. પેનને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો. 

ત્યારબાદ વોશિંગટન સુંદરે 47 રને બેટિંગ કરી રહેલા કેમરન ગ્રીનને આઉટ કરી કાંગારૂને સાતમો ઝટકો આપ્યો હતો. શાર્દુલે કમિન્સને lbw આઉટ કરી ભારતને આઠમી સફળતા અપાવી હતી. ત્યારબાદ મિશેલ સ્ટાર્ક અને નાથન લાયને ઝડપી રન બનાવી ટીમનો સ્કોર 350ને પાર કરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેને (108) સૌથી વધુ રન ફટકાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news