ISI એ મૌલાના મસૂદ અઝહરની મુલ્લા બરાદર સાથે કરાવી મુલાકાત, કાશ્મીર પર માંગી મદદ

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban) ના કબજા બાદ ભારત માટે સુરક્ષાનો ખતરો સતત વધતો જાય છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે અફઘાનિસ્તાન (Afghanistan) પાકિસ્તાની  (Pakistan) આતંકવાદીઓ માટે સેફ હેવન બની શકે છે. 

ISI એ મૌલાના મસૂદ અઝહરની મુલ્લા બરાદર સાથે કરાવી મુલાકાત, કાશ્મીર પર માંગી મદદ

કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban) ના કબજા બાદ ભારત માટે સુરક્ષાનો ખતરો સતત વધતો જાય છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે અફઘાનિસ્તાન (Afghanistan) પાકિસ્તાની  (Pakistan) આતંકવાદીઓ માટે સેફ હેવન બની શકે છે. 

કંઘારમાં મસૂદ-બરાદરની થઇ મુલાકાત
સૂત્રોના અનુસાર આતંકવાદી સંગઠન જૈશ એ મોહમંદ (Jaish e Mohammad) ના મસૂદ અઝહર (Masood Azhar) એ તાલિબાની (Taliban) નેતા મુલ્લા બરાદર (Mullah Baradar) સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત 17 થી 19 ઓગસ્ટ વચ્ચે અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં થઇ. આ બેઠકની વ્યવસ્થા ISI એ કરાવી હતી. 

ભારત વિરૂદ્ધ હુમલા માટે માંગી મદદ
સૂત્રોના અનુસાર મસૂદ અઝહર (Masood Azhar) અબ્દુલ રાઉફની સાથે મુલ્લા ગની બરાદરને મળ્યા. મુલાકાતમાં મસૂદ અઝહરે તાલિબાન (Taliban) ને કહ્યું કે તે હવે ભારતને કેંદ્રમાં રાખીને હવે પોતાના ઓપરેશન શરૂ કરે. મસૂદ અઝહરે બરાદરને કહ્યું કે જૈશના કાશ્મીર ઓપરેશનને પુરૂ કરવામાં તાલિબાન તેની મદદ કરે. 

પાકિસ્તાનને મળ્યો પગપેસારાનો મોકો
તમને જણાવી દઇએ કે પાકિસ્તાનના સપોર્ટથી તાલિબાની આ 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ સહિત અફઘાનિસ્તાનના મોટાભાગ પર કબજો કરી ચૂક્યું છે. તેના કબજા પહેલાં જ અફઘાની રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને સંયુક્ત અરબ અમીરાત જતા રહ્યા. સ્થિતિ ખરાબ થયા બાદ ભારત સહિત મોટાભાગના દેશ અફઘાનિસ્તાનથી પોતાના રાજદૂતોને પરત બોલાવી ચૂક્યા છે. ત્યારબાદ પાકિસ્તાન ત્યાં પોતાના પગ પેસારોની તક મળી ગઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news