Narayan Rane ની ઉદ્ધવને ધમકી- 39 વર્ષ કામ કર્યું, 'જાણું છું કે ભાઇની પત્ની પર એસિડ ફેંકવાનું કોણે કહ્યું'

કેંદ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણે (Narayan Rane) એ શુક્રવારે મહારાષ્ટ્ર સત્તારૂઢ શિવસેના (Shivsena) ને પરોક્ષ રીતે ચેતાવણી આપતાં કહ્યું કે તે પાર્ટી અને તેના નેતાઓ વિશે ઘણુ બધુ જાણે છે અને તે એક પછી એક મુદ્દા સામે લાવશે.

Narayan Rane ની ઉદ્ધવને ધમકી- 39 વર્ષ કામ કર્યું, 'જાણું છું કે ભાઇની પત્ની પર એસિડ ફેંકવાનું કોણે કહ્યું'

મુંબઇ: કેંદ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણે (Narayan Rane) એ શુક્રવારે મહારાષ્ટ્ર સત્તારૂઢ શિવસેના (Shivsena) ને પરોક્ષ રીતે ચેતાવણી આપતાં કહ્યું કે તે પાર્ટી અને તેના નેતાઓ વિશે ઘણુ બધુ જાણે છે અને તે એક પછી એક મુદ્દા સામે લાવશે. નારાયણ રાણેએ કોઇનું પણ નામ લીધા વિના કહ્યું કે તે જાણે છે કે કોણે કોને કહ્યું હતું કે ભાઇની પત્ની પર એસિડ ફેંકે.

તમને જણાવી દઇએ કે રાણે પોતાની જન આર્શીવાદ યાત્રા હેઠળ રત્નાગિરી જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. નારાયણ રાણેએ આ અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી જેથી વિવાદ થયો હતો. આ સંબંધમાં રાણેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને થોડા કલાકો બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇને શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. 

શિવસેના પર વરસ્યા રાણે
રાણે (Narayan Rane) એ શુક્રવારે કહ્યું કે 'મેં તેમની સાથે 39 વર્ષ સુધી કામ કર્યું છે, હું ઘણી બધી વસ્તુઓ જાણુ છું. મને ખબર છે કે કોણે પોતાના ભાઇની પત્ની પર એસિડ ફેંકવા માટે કહ્યું. આ કયા પ્રકારના સંસ્કાર છે? એક કેંદ્રીય મંત્રીની ધરપકડ કરીને કોઇને શું મળ્યું? હું એક પછી એક કેસ સામે લાવીશ.'  

શિવસેના કાર્યકર્તાએ રાણેને આપી ધમકી
મહારાષ્ટ્ર (Maharashtra) ના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નારાયણ રાણેએ કહ્યું કે 'શિવસેનાના એક કાર્યકર્તા વરૂણ સરદેસાઇ, મારા મુંબઇવાળા ઘરની બહાર આવ્યા હતા અને મને ધમકી આપી હતી. જો તે હવે બીજીવાર આવશે તો તે પરત નહી જાય. તમને જણાવી દઇએ કે વરૂણ સરદેસાઇ શિવસેના (Shivsena) ની યૂથ વિંગ 'યુવા સેના' ના નેતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેનાના કાર્યકર્તાઓએ રાણેની ટિપ્પણીને લઇને મંગળવારે મુંબઇમાં રાણેના બંગલાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news